News of Monday, 6th May 2024
ખંઢેરી નજીક ‘હિટ એન્ડ રન': મજૂરીએ આવ્યાના પહેલા જ દિવસે રાજસ્થાની યુવાન મુકેશનું મોત
જમવા જવા રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૬: પડધરીના ખંઢેરી નજીક ક્રિકેટ સ્ટેડિયમ પાસે રાતે હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે ચડી જતાં રાજસ્થાની મજૂર યુવાનનું મોત નિપજ્યું હતુ઼. ગઇકાલે જ આ યુવાન અહિ ખેત મજૂરી કરવા માટે આવ્યો હતો અને જીવલેણ અકસ્માતનો ભોગ બની ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ખંઢેરી સ્ટેડિયમ નજીક રાતે દસેક વાગ્યે એક યુવાન રસ્તો ઓળંગી સામેની સાઇડમાં આવેલી દ્વારકાધીશ હોટેલ ખાતે જઇ રહ્યો હતો ત્યારે કોઇ કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં આ યુવાન ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તપાસમાં ખુલ્યા મુજબ તેનું નામ મુકેશભાઇ કડવાજી ભગોરા (ઉ.વ.૪૦) હતું અને તે ગઇકાલે જ ખંઢેરી નજીકના ખેતમાં મજૂરી કામ માટે રાજસ્થાનથી આવ્યો હતો. તેને સંતાનમાં એક દિકરી છે.
બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને નજીકમાંથી વાડી માલિક સહિતના પણ દોડી આવ્યા હતાં. ગંભીર હાલતમાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે પડધરી પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર્યવાહી કરી જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
