News of Monday, 6th May 2024
મુળીના ખંપાળિયા ગામે આડાસંબંધની શંકામાં યુવકની હત્યા
આરોપીએ પત્નિ પાસે જ ફોન કરી વાડીએ બોલાવ્યો અને પછી કાસળ કાઢી નાખ્યું: આરોપીની પત્નિએ ૮ દી'પહેલા દવા પીધેલ ત્યારથી કુટુંબમાં ઝઘડા પણ ચાલતા હતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૬: ખંપાળીયા ગામે વાડીમાં રહેતા યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. પરણિત યુવકને ગામમાં રહેતી પરીણિતા સાથે આડસંબંધ હોવાની શંકાના આધારે હત્યા નિપજાવી હોવાની મૃતકના ભાઈએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખંપાળીયા ગામની સીમમાં રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી ધીરૂભાઈ જીવણભાઈ બાવળીયા ગામમાં રબારી સમાજનો માતાજીનો માંડવો અને ડાક-ડમરૂનો પ્રોગ્રામ હતો, ત્યાં હાજર હતા. તે દરમિયાન સમાજના એક વ્યક્તિ દ્વારા મોબાઈલ પર ફોન કરી રાત્રીના સમયે વાડીએ બોલાવ્યા હતા અને ફરિયાદી અને અન્ય પરિવારજનોએ વાડીએ જઈ જોતા નાનાભાઈ મહેશભાઈ જીવણભાઈ બાવળીયાના માથામાંથી તેમજ હાથે અને પગે લોહી નીકળતું હોય લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે સારવાર અર્થે મુળી સરકારી હોસ્પીટલે લઈ ગયા હતા.
જયાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક બેભાન થઈ ગયા હતા અને સુરેન્દ્રનગર હોસ્પીટલે લાવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા સમગ્ર બનાવ હત્યામાં પરિણામ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક મહેશભાઈ બાવળીયા (ઉં.વ.૩૨)ને ગામમાં જ રહેતા જેન્તીભાઈ ઉર્ફે ભુયડી ભાવુભાઈ બાવળીયાની પત્ની સાથે આડાસંબધ હોવાની શંકા રાખી જેન્તીભાઈ, પિતા ભાવુભાઈ અને કૌટુંમ્બી ગોપાલભાઈ સહિતનાઓએ મહેશભાઈને વાડીએ બોલાવી લોખંડના પાઈપ અને ધારીયાના ઘા ઝીંકી માથે અને હાથે-પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નીપજાવી હતી.
ᅠતેમજ બાઈકમાં પણ તોડફોડ કરી નુકશાન પહોંચાડયું હતું. જે અંગે મુળી પોલીસ મથકે ત્રણ શખ્સોᅠ જેન્તીભાઈ ઉર્ફે ભુયડી ભાવુભાઈ બાવળીયા, ભાવુભાઈ મોહનભાઈ બાવળીયા અને ગોપાલભાઈ જગાભાઈ બાવળીયા (તમામ રહે.ખંપાળીયા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા ૩૨ વર્ષના મહેશભાઇ જીવણભાઇ બાવળીયાને ગામના જ જેન્તિ ઉર્ફે ભુયડી ભાવુભાઇ બાવળીયાની પત્નિ સાથે આડા સંબધો હોવાની શંકાનાં આધારે જેન્તિ બાવળીયાએ તેની પત્ની પાસે જ મહેશને શુક્રવારની મોડી રાત્રે ફોન કરી તારૂ કામ છે તેમ કહી બોલાવી જેન્તિનાં પિતા ભાવુભાઇ મોહનભાઇ બાવળીયા અને કૌટુબિંક ભાઇ ગોપાલભાઇ જગાભાઇ બાવળીયાએ એકસંપ થઇ ધારિયા અને પાઇપ લઇ મહેશભાઇને માર માર્યો હતો. મૃતક મહેશ અને જેન્તિની પત્નિ કેટલાક સમયથી ફોન પર વાતો કરતા હોવાથી રાત્રે બાર વાગ્યા બાદ મહેશને તેની પત્નિ પાસે ફોન કરી બોલાવી કાસળ કાઢ્યાનું ચર્ચાઇ રહ્યુ છે. કારણકે જો બન્ને વચ્ચે સબંધ ન હોય તો મહેશ મોડી રાત્રે એકલો આરોપી જેન્તિની વાડી જાય નહી. આ બનાવમાં મોબાઇલ તેમજ બાઇકમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યુ હતુ. ઇજાગ્રસ્ત મહેશને તાત્કાલિક પ્રથમ મૂળી સરકારીહોસ્પિટલ અને બાદમાં ત્યાંથી સુરેન્દ્રનગર લઇ જતા હતા. ત્યાં ડોક્ટરે મહેશ બાવળીયાને મૃત જાહેર કરતા ત્રણ પુત્રી એક પુત્ર અને પત્નિને છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જયારે પોલીસે બનાવની ગંભીરતા લઇ પીએસઆઇ એ.એ.જાડેજા, હરપાલસિંહ, સમરથસિંહ સહિતનાએ ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી લઇ કાર્યવાહી કરાઇ હતી. ઓરીપીએ કહ્યું, અમે તારા ભાઈને માર્યો, અહીંથી લઈ જા આરોપીઓએ આડા સંબધની શંકા રાખી યુવક મહેશને મોડી રાત્રે વાડીએ બોલાવી ઢોર માર માર્યા બાદ યુવકનાં ભાઇ ધીરૂભાઇને તારા ભાઇ મહેશ મારી પત્નિ સાથે આડા સબંધ હતા હતા. જેથી અમે માર માર્યો છે. અંહિથી લઇ જા તેમ કહી બોલાવ્યા હતા. આરોપીની પત્નિએ અઠવાડિયા પહેલા દવા પીધાની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી આરોપી જેન્તિને પત્નિ પર શંકા જતા પરિવારમાં ઝધડા ચાલતા હતા. અને આથી જ એક સપ્તાહ પહેલા જેન્તિની પત્નિએ ઝેરી દવા પી લીધી હતી. પરંતુ કાંઇ થયુ ન હતું તેની ચર્ચાએ જોર પકડ્યુ છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
