તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 6th May 2024
ચુંટણી ટાણે રાજકીય નેતાઓમાં આપખુદી વલણ
જનતામાં લોકસભાનો ભ્રમઃ માણેક ચોક ઓટલા સમિતિ દ્વારા સર્વે ઉપરથી તારણ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.,૬: માણેક ચોક ઓટલા સમીતી દ્વારા ચુંટણીને અનુલક્ષી જનતાના મંતવ્યો લઇને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના તારણોમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રજાસતાક રાજય એશીયા ખંડના ઉપખંડ હિન્દુસ્તાન ભારતમાં વિક્રમ સવંત ર૦૮૦ના ફાગણ વદથી યાને સને ર૦ર૪ ની સાલમાં તા.૧ લી જુના સાંજના ૬ વાગ્યે પુર્ણ થશે. અને વ્યવસ્થિત લોકશાહી પ્રજાસતાક શાસન મારે તા.૪ જુન ર૦ર૪ના પરીણામથી થશે. જયારે પાંચ વરસ માટે ચુંટણી પ્રથાથી નવી સરકારનું પાંચ વરસ માટે ભાવી ગૃહસ્થી જીવન શરૂ થશે. કયાંક વચગાળામાં વિચ્છેદ પણ આવતા પુનઃ પ્રજાલક્ષ્મી શાસન માટે વચગાળાનું ધરઘરણુ પણ પેટા ચુંટણીથી કરવુ પડે જે બંધારણ્ય ક્રમ છે.
યોગાનુંયોગ ચુંટણી લોકસભાની તા.૧ લી જુન ર૦ર૪ને શનીવાર છે તે દિવસ દશમની ક્ષયતીથી વૈશાખવદ (કૃષ્ણ) પ્રક્ષનો છે. જયારે પુર્ણ ભાવી પ્રજાસતાક ગૃહસ્થી જીવનની મતદાનથી ચુંટાયેલ પક્ષનો પ્રજાકીય સતાનો ગૃહસ્થી જીવનમાં શુભારંભ કરવા મતદાનથી વેશાખ (કૃષ્ણ) વદ પક્ષ ૧૩ તેરસ મંગળવાર શિવરાત્રીજી મૌભપ્રદોપ સાંજથી નવી સરકાર રચના મારગ મોકળો થશે.
કોઇ પણ એક પક્ષ અથવા લોકચુકાદા પ્રમાણે અન્ય પક્ષોના ટેકાથી શંભુમેળાની સરકારની રચના થશે અને સતા ગ્રહણ કરી રાજકીય ગૃહસ્થી જીવન પાંચ વરસ માટેની ગોઠવણી કરી સતા સ્થાને બિરાજવા શુભ દિવસ નક્કી કરવામાં આવશે. પરંતુ ચુંટણી લક્ષી કન્યાથી પસંદગી મુજબ ગૃહસ્થી જીવન રાજકીય સતાનું ગ્રહણ કરશે. સતાનો ગૃહસ્થી જીવનનો વહેવાર સંયુકત અથવા મિશ્ર પરીવાર કેવી રીતે ભારતની એક અજબ અને ત્રીસ કરોડની જનતા પર શાસન કરે છે. સતા સાુ સર્વમાન્ય દ્વેષ બુધ્ધી રાગ વગર અથવા મિશ્ર સતા સાસુ કેવુ સમતોલ પણુ રાખશે તે માટે પ્રબુધ્ધ નાગરીકની મીટ મંડાયેલ છે. રાહતી આશા નહીવત રહેશે. મોટા ભાગે પીડા મલશે.
૭પ વર્ષની મહામુલી આઝાદી તથા ૭૪ વર્ષના પ્રજાસતાક શાસનમાં છેલ્લા વરસમાં ભાજપના શાસનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું . વિશ્વની મોટા મોટી લોકશાહી છેલ્લા દશ વરસમાં સામાન્ય નાગરીકોને ખ્યાલ ન આવે તેમજ પ્રબુધ્ધ નાગરીકો ગણીત માંડી રહયા છે અને કર્ણોપકર્ણો ચર્ચા કરી રહયા છે તેના સરવે તારણમાં આપખુદી વધારે જોવા મળી રહી છે. ભારતની એક અબજ ત્રીસ કરોડ જનતામાંથી અમુક અપવાદ બાદ કરતા પીડીત છે. સ્વતંત્ર જીવન જીવી રહી નથી. પ્રજાસતાક લોકશાહીના ભ્રમમાં ધીમી પરંતુ મક્કમ પગલાની ડીરેકટર આપખુદી શાસનનો અનુભવ કરી રહયા છે. આવતા દિવસોની કલ્પના મુજબ સુવર્ણ નહી પરંતુ આપખુદ પીંઢારાના શાસન ભણી આગળ વધશે કોઇ કોઇનું સાંભળશે નહી તેવુ ગણીત છે. વિશ્વમાં આજે ભાજપ સરકારનું કે તેના મોભી આદરણ્ય ધીમે ધીમે ઘસાતી જાય છે. ડીરેકટર શીલી છાંટ આવતી જાય છે. હજુ સ્વતંત્ર વિચારશરણી ધરાવનાર ન્યાયમુર્તિશ્રીઓ ફરજને વફાદાર રહી ન્યાયપ્રિયતા તેની સ્વતંત્રતા નિડર પણે ભારતની પડીત જનતાને ન્યાય આપવા કટીબધ્ધતા જોવા મળે છે ત્યાં સુધી કોઇક અંશે પ્રજાસતાક રાજય ભારતની લોકશાહીને ન્યાયતંત્ર બખતર સંપુર્ણ નહી પરંતુ અંશ રૂપ મળી રહેલ છે. અવારનવાર વડી અદાલતના તેમજ સર્વોચ્ચ અદાલતના વડાન્યાય મુર્તિશ્રીઓ કે અન્ય ન્યાય મુર્તિશ્રીઓ કયાંને કયાંય ગંભીર પણે અંતરની વેદના ઠાલવી રહયા છે. જાહેરમાં વેદના પ્રગટ કરી લોકશાહીમાં જીવંત રાખવા પ્રયત્ન કરી રહયા છે. પરંતુ તે દિશા દશા બદલવા તરફ થઇ રહી છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
