News of Monday, 6th May 2024
ગીરનાર વન્ય પ્રાણી અભયારણ્ય પાસેના ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શનાર્થીઓનો મહત્તમ મતદાનનો અનુરોધ
જૂનાગઢના દોલતપરાની ગૃહિણી કહે છે કે, ‘તા. ૭ના હું પરિવાર સાથે મતદાન કરીશ'

જૂનાગઢ તા. ૬ : લોકસભાની સામાન્ય ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. જેને સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં મતદાન જાગળતિ કાર્યક્રમ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહ્યા છે.
ત્યારે ગીરનાર વન્ય પ્રાણી અભયારણ્ય પાસેના જૂનાગઢના દોલતપરા ખાતેનાં સુપ્રસિદ્ધ અતિ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનાં દર્શન માટે આવેલા જયશ્રીબેન ફલિયા જણાવે છે કે, તે એક ગળહિણી છે અને દેશના ઉજ્જવળ ભાવિ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી ખૂબ જરૂરી છે. ચૂંટણીના દિવસે સમય કાઢી હું મારા પરિવાર સાથે વહેલી સવારે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીશ. ત્યારબાદ ઘરનું સમગ્ર કામ કરે છે. અમારા દોલત પરા ઉપરાંત સમગ્ર જૂનાગઢ જિલ્લાની ગળહિણીઓ પણ મહત્તમ મતદાન કરી પોતાની ફરજ અદા કરવાની અપીલ કરૂ છું.
પારૂલ આડેસરા - માહિતી ખાતુ - રાજકોટ
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
