<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

કેશોદ વિધાનસભા મત વિસ્‍તારમાં ચુંટણી પુર્વે પોલીસની કિલ્લેબંધી...

કેશોદ પોલીસે સંવેદનશીલ વિસ્‍તારોમાં ફુટ પેટ્રોલિંગ કરી નિર્ભય બની મતદાન કરવા અપીલ કરી...

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૬: જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની સુચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ લોકસભાની સામાન્‍ય ચુંટણી શાંતિપૂર્વક અને ભયમુક્‍ત વાતાવરણમાં પુર્ણ થાય તે હેતુસર કેશોદ પોલીસ સ્‍ટેશન ના પોલીસ ઈન્‍સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત પોલીસ સ્‍ટાફ દ્વારા કેશોદ શહેર અને ત્રેપન ગ્રામીણ વિસ્‍તારોમાં અગાઉથી કામગીરી કરી હતી.

અગાઉના ગુનાઓ મા નાસતાં ફરતાં ત્રણ આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ રૂપિયા ૧,૩૮,૮૮૦/ ની કિંમતનો દેશી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. લોકસભાની સામાન્‍ય ચુંટણી ના આડે ગણતરીના કલાકો બાકી છે ત્‍યારે મત વિસ્‍તારમાં મતદારોને ડરાવવા ધમકાવવા કે લોભ લાલચ આપવાની પ્રવળત્તિ અટકાવવા કેશોદ પોલીસ દ્વારા બોર્ડર સિકયોરિટી ફોર્સની કંપની સાથે સંવેદનશીલ મતદાન મથક વિસ્‍તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્‍યું છે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલની સુચનાથી સર્વેલન્‍સ ટીમના ઈન્‍ચાર્જ પોલીસ સબ ઈન્‍સપેકટર એસ કે મહેતા એએસઆઈ વી એમ કોડિયાતર પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર પોલીસ કોન્‍સ્‍ટેબલ સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા દ્વારા નજર રાખવામાં આવી રહી છે

(1:27 PM IST)