News of Monday, 6th May 2024
જૂનાગઢ એલઓજી ટીમ દ્વારા હોટલ-ગેસ્ટ હાઉસમાં ચેકીંગ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬: રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી મજબુત બનાવવા અને ગુનાખોરી અટકાવવા તમામ હોટલ/ ગેસ્ટહાઉસ/ રીસોર્ટ વિગેરેમાં આવતા યાત્રીકો/ મુસાફરોની પથિક વેબ પોર્ટલ ઉપર કરવામાં આવતી ઓનલાઇન એન્ટ્રીઓનું ચેકીંગ કરવા તેમજ જૂનાગઢ શહેરમાં આવેલ હોટલ/ ગેસ્ટ હાઉસ/ ધાબા/ રીસોર્ટ વિગેરેનું સઘન ચેકીંગ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પોલીસ સબ ઇન્સ. એસ.એ.સોલંકી, એસ.ઓ.જી. પો.સ્ટાફ સતત પ્રયત્નશીલ છે.
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ ચૂંટણીપંપની ગાઇડલાઇન મુજબ મતદાનના ૪૮ કલાક પહેલા કરવાની થતી કામગીરી અંગેનું જાહેરનામું અમલમાં હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી જૂનાગઢ શહેરમાં આવેલ વિવિધ હોટેલ/ ગેસ્ટહાઉસ/ ધાબા વિગેરેનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
