News of Monday, 6th May 2024
જામનગર-જીલ્લામાં લોકસભા ચૂંટણી માટે તંત્ર સજ્જ : ૧૮૮૧

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૬ : લોકસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ છે.
હાલારના ૧૮૮૧ મતદાન મથકો પર સવારે ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. ૧૨ લોકસભાની બેઠક પર ભાજપ - કોંગ્રેસ સહિત ૧૪ ઉમેદવારો માટે મતદાન થશે. ૧૮,૧૭,૮૬૪ મતદારો માટે આવતીકાલે જામનગર - દ્વારકા જિલ્લામાં મતદાન પ્રક્રિયા જામનગર જિલ્લામાં ૩૦૪ અને દેવભૂમિ દ્વારકાના ૧૪૭ મળીને બન્ને જિલ્લાના ૪૫૧ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ બંદોબસ્ત રખાશે. ૬૯૪ જેટલી આચાર સંહિતા ભંગની ફરિયાદ અત્યાર સુધીમાં નોંધાઈ છે.
બન્ને જિલ્લામાં મતદાન મથકો પર પ્રિસાઇડિંગ ઉપરાંત વિવિધ ૭,૭૧૮ જેટલો સ્ટાફ ચૂંટણી ફરજ પર રહેશે તૈનાત કિલેશ્વર અને અજાડ ટાપુ પર મતદાન માટે કરાઈ ખાસ વ્યવસ્થા ૧૭,૩૮૯ વરિષ્ઠ મતદારો માટે મતદાન માટે ખાસ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે. ૪૫,૧૮૦ નવા યુવા મતદારો સૌ પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં કરશે મતદાન બંને જિલ્લામાં ૧૭,૯૯, ૪૫૩ મતદાર કાપલીઓનું કરાયું છે વિતરણ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં સાત જેટલી સુરક્ષા એજન્સીઓ જાળવશે ખાસ બંદોબસ્ત જિલ્લા કલેક્ટર, પોલીસવડા, ડી.ડી.ઓ. દ્વારા પત્રકાર પરિષદ માં પાઇ છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
