<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ત્રંબામાં મજૂર પરિવારના ૧ વર્ષના બાળકનું પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાથી મોત

રાજકોટ તા. ૬: ત્રંબા ગામે ઝૂપડપટ્ટીમાં રહેતાં મજૂર પરિવારના એક વર્ષના બાળકનું પાણીની ડોલમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ત્રંબામાં ઝૂપડામાં રહેતાં રામભાઇ બાંભણીયાનો દિકરો રાજવીર (ઉ.વ.૧) રમતો રમતો પાણી ભરેલી ડોલમાં પડી જતાં ડૂબી જવાથી બેભાન થઇ ગયો હતો. ૧૦૮ના તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્‍સ. જયદિપભાઇ બોસીયા સહિતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો

(1:48 PM IST)