<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે અત્‍યાર સુધીમાં ૪પ વર્ષ રાજ કર્યુ : ભાજપ રર વખત ચૂંટાઇ આવ્‍યું

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬ : પોરબંદર વિધાનસભા બેઠકની આવતીકાલે પેટાચૂંટણી યોજાનાર છે. પોરબંદર વિધાનસભાની બેઠકમાં અત્‍યાર સુધી કોંગ્રેસ ૪પ વખત ચૂંટાઇ આવેલ અને ભાજપનો રર વખત વિજય થયો હતો.

૧૯પરમાં સૌરાષ્‍ટ્રમાં પોરબંદર વિધાનસભા ૩ બેઠકો (૧) કુતિયાણા-રાણવાવ (ર) પોરબંદર શહેર (૩) પોરબંદર તાલુકા બેઠક હતી. ૧૯પ૭માં પોરબંદર ર બેઠકો પોરબંદર શહેર-તાલુકાને ભેળવી દેવામાં આવી હતી.

સૌરાષ્‍ટ્ર સાથે જયારે મુંબઇ જોડાયું ત્‍યારબાદ પોરબંદરની ર બેઠકો હતી. અપક્ષ ઉમેદવાર વસંતજીભાઇ ખેરારાજીભાઇ ર વખત ચૂંટાઇ આવ્‍યાં હતાં.

ધારાસભ્‍ય તરીકે દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન વસંતજીભાઇ ખેરારાજીભાઇની હત્‍યા થઇ જતા તે સમયે રાજકીય સન્નાટો છવાય ગયો હતો.

૧૯પર થી ચૂંટાયેલા ધારાસભ્‍યોના નામ આ પ્રમાણે છે. ૧૯પરમાં પોરબંદર શહેર કોંગ્રેસના મથુરાદાસ ભૂપ્‍તા, પોરબંદર, તાલુકામાં કોંગ્રેસના માલદેવજીભાઇ ઓડેદરા ૧૯પ૭ કોંગ્રેસના માલદેવભાઇ, ૧૯૬ર કોંગ્રેસના પી.ડી. કક્કડ, ૧૯૭ર કોંગ્રેસ માલદેવભાઇ ૧૯૭પમાં અપક્ષ, વસંતજીભાઇ ખેરારાજીભાઇ ઠકરાર, ૧૯૮૦માં કોંગ્રેસ શશીકાંતભાઇ -લાખાણી ૧૯૮પ કોંગ્રેસ લક્ષ્મણભાઇ- આગઠ, ૧૯૯૦ જનતાદળ શશીકાન્‍તભાઇ લાખાણી, ૧૯૯પમાં ભાજપ બાબુભાઇ બોખીરીયા, ૧૯૯૮માં ભાજપ બાબુભાઇ બોખીરીયા, ર૦૦ર કોંગ્રેસ અર્જુનભાઇ મોઢવાડિયા, ર૦૦૭ કોંગ્રેસ અર્જુનભાઇ મોઢવાડીયા ર૦૧ર, ભાજપ બાબુભાઇ બોખીરીય, ર૦૧૭ ભાજપ બાબુભાઇ બોખીરીયા, ર૦રર કોંગ્રેસ અર્જુનભાઇ મોઢવાડિયા, ર૦ર૪ વિધાનસભા પેટા ચૂંટણીમાાં ભાજપના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ મોઢવાડિયા ચૂંટણી લડશે તમની સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ ઓડેદરા ચૂંટણી લડી રહ્યા છે.

(1:55 PM IST)