<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

સૌરાષ્ટ્રના ધ્રોલ પાસે કુમાર છાત્રાલયની દીવાલ તૂટી પડતા બે બાળકો દટાયા: એક બાળકનું કરૂણમોત : બાળકીને ઇજા

જામનગર કલેકટર બી.કે. પંડ્યા, ધ્રોલ પ્રાંત અધિકારી, વિપુલ સાકરીયા, ધ્રોલ મામલતદાર તનવીબેન ત્રીવેદી, ધ્રોલ તાલુકા ટી.ડી.ઓ સોજીત્રા, સહિત ધટના સ્થળ પર પહોંચ્યા.

જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક નુરી સ્કુલની સામે જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ તૂટી પડતા બે બાળકો દબાયા હતા જેમાં બે બાળકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલે મોકલાયા હતા

  આ અંગે મળતી વિગત મુજબ ધ્રોલના જામનગર રાજકોટ હાઈવે પર નુરી સ્કુલ ની સામે જુની કુમાર છાત્રાલય જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દેવી પૂજકના દબાઈ ગયા હતા અને બન્નૈ બાળકો બહાર કાઢ્યા જેમા 1 બાળક ને સારવાર માટે ખસેડયા ત્યા ગોપાલ હરસુખભાઈ ઉ.મ. 12 નુ મોત નીપજ્યું ચેહ જયારે એક બાળકી આરરોહી રવી પરમાર ઉ.મ. ૭ નામની દિકરી ને બચાવ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે તેની તબીબયત સારી છે.

  આ તકે જામનગર કલેકટર બી.કે. પંડ્યા, ધ્રોલ પ્રાંત અધિકારી, વિપુલ સાકરીયા, ધ્રોલ મામલતદાર તનવીબેન ત્રીવેદી, ધ્રોલ તાલુકા ટી.ડી.ઓ સોજીત્રા, સહિત ધટના સ્થળ પર પહોંચ્યા છે ( સંજય ડાંગર ધ્રોલ)

(7:57 PM IST)