<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

મોરબી: વ્હાલા મતદાર ભાઈઓ/બહેનો. મતદાન અવશ્ય કરો. મારો મત મારો અધિકાર..પી. ડી. કાંજીયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : એક સર્વ સ્વીકૃત નિયમ એ છે કે કોઈપણ કાર્યમાં 100%(સંપૂર્ણ) સફળતા મેળવણી હોય/પરિણામ મેળવવું હોય તો આપણે 100%(સંપૂર્ણ) મહેનત કરવી પડે. એવી રીતે સંપૂર્ણ, સારી, સ્વચ્છ રાષ્ટ્રહિતમાં કામગીરી કરનારી સરકાર ચૂંટવી હોય તો આપણે 100% (સંપૂર્ણ) મતદાન કરવું જોઈએ અને સારા ઉમેદવાર, સારી સરકાર બનાવવા માટે માણસોએ અવશ્ય મતદાન કરવું જોઈએ એવું મારુ માનવું છે.

આથી તમામ મતદાતાઓને મારી નમ્ર વિનંતી છે કે એક દિવસ માટે પ્રવાસ, પર્યટન, સામાજીક/વ્યવહારીક કાર્યો, ધંધા-રોજગાર વગેરેમાંથી ગમે તેમ કરીને સમય મેળવીને, અનુકૂળતા કેળવીને મતદાન તો અવશ્ય કરવું જોઈએ અને માત્ર પ્રતિકુળતાના બહાના બનાવી, આળસ કરીને મતદાનથી વંચિત ન રહેવું જોઈએ, કેમ કે આજે જે મત આપવાથી દેશહિત માટે જે કાર્ય થઈ શકે છે. તે ભવિષ્યમાં જીવ આપી દેવાથી પણ નહીં થાય.જેની ખાસ નોંધ લેવી.

(7:22 PM IST)