તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
કચ્છમાં હીટવેવ સાથે સખત ગરમીમા મતદાન મથકોએ મેડીકલ ટીમ રહી એલર્ટ

(વિનોદ ગાલા દ્વારા)ભૂજ તા.૮ : કચ્છ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા દરમિયાન હીટવેવ તથા સખત ગરમીના માહોલમાં મતદારોની સુવિધા માટે ખાસ આરોગ્યની ટીમ મેડીકલ કીટ સાથે દરેક બૂથ પર એલર્ટ રહી હતી. આ મેડીકલ ટીમોએ મતદારોને જરૂર પડે તો પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સજ્જતા સાથે ઓ.આર.એસ તેમજ સામાન્ય બીમારી માટેની દવાઓ સહિતની સારવાર ઉપલબ્ધ કરાવી હતી. લોકશાહીના પર્વમાં આરોગ્યકર્મીઓએ પણ સેવાની સુવાસ પ્રસરાવીને લોકશાહીના પર્વમાં પોતાની ફરજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
