<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

સરધાર પાસે તળાવમાં ન્‍હાવા ગયેલા દિનેશભાઇનું ડૂબી જવાથી મોત

ન્‍હાવા પડયા બાદ વાય આવતા મૃત્‍યુ નિપજતા પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૮ :.. સરધાર ગામ પાસે આવેલા તળાવમાં ન્‍હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સરધાર ગામમાં રહેતા દિનેશભાઇ રામજીભાઇ બારૈયા (ઉ.૪પ) ગઇકાલે પોતાના ઘરેથી નિકળી ગામ પાસે આવેલા તળાવમાં ન્‍હાવા ગયા હતાં. તળાવમાં ન્‍હાવા પડતા ડૂબી જતા તેનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતા પરિવારજનો દોડી આવ્‍યા હતાં. બાદ કોઇએ જાણ કરતાં આજી ડેમ  પોલીસ મથકના હેડ કોન્‍સ. જે. એમ. બોસીયા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક દિનેશભાઇ ખેતી કામ કરતા હતાં. તેને વાયની બીમારી હોઇ તેની તળાવમાં ન્‍હાવા ગયા બાદ વાય આવતા ડૂબી જવાથી તેનું મૃત્‍યુ નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્‍યુ છે. એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(11:13 AM IST)