તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
માંગરોળના શેપા ગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૮: માંગરોળના શેપા ગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
માંગરોળ તાલુકાના શેપા ગામે ભોલરીયા વાડી વિસ્તારમાં રહેતા મહમદ હસનભાઈ વરામ ઉ. વ. ૩૭ નામના યુવાનને ગઈકાલે બપોરે છાતીમાં ગભરામણ અને દુખાવો થવા લાગ્યો હતો અને અચાનક બેભાન થઈ જાતા તેનું હાર્ટ એટેક આવવાથી મળત્યુ નીપજ્યું હતું. યુવકના અમોતથી તેના પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી. આ અંગે પોલીસે મળતકના ભાઈ ફારૂકભાઇ વરામનું નિવેદન લઈ આગળને કાર્યવાહી હાથ ધરી હતી.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
