તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન બાદ હવે ર૬ દિવસ પછીના પરિણામની રાહ
કયાંક વધુ તો કયાંક ઓછા મતદાનથી રાજકીય પક્ષોમાં ચિંતાઃ ભાજપ-કોંગ્રેસ, આપના જીતના દાવા

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થયા બાદ હવે તા. ૪ જુને ર૬ દિવસ પછી આવનાર પરિણામ ઉપર સૌની નજર છે.
આ વખતે ધોમધખતા તાપ વચ્ચે કયાંક વધુ તો કયાંક ઓછા મતદાનથી રાજકીય પક્ષોમાં ચિંતા વ્યાપી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારોએ જીતના દાવા કર્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : ૧ર જામનગર લોકસભા બેઠક પર તા. ૭ મે ના રોજ યોજવામાં આવેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ છે. ૧ર જામનગર લોકસભા બેઠક પર કુલ પ૭.૬૭ ટકા મતદાન નોંધાયું છે. દિવસભરનું જોવામાં આવે તો સવારે ૭ થી ૯ દરમિયાન ૮.૮૮ ટકા, ૭ થી ૧૧ દરમિયાન ર૦.૮પ ટકા, ૧ દરમિયાન ૩૪.૬ર ટકા, ૭ થી ૩ વાગ્યા દરમિયાન ૪ર.પર ટકા, ૭ થી પ દરમિયાન પર.૩૬ ટકા મતદાન નોંધાયું હતું.
ગોંડલ
(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : ગોંડલમાં ૪૭.૩૪ ટકા મતદાન સાંજ સુધીમાં થયું છે. જેમાં ૬૩પ૮૬ પુરૂષો, અને ૪પ૬૧૬ મહિલાઓએ મતદાન કર્યુ હતું.
વાંકાનેર
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર : વાંકાનેરમાં સાંજ સુધીમાં ૬૪.૬૭ ટકા મતદાન થયું હતું. (પ-૧ર)
કયાં કેટલુ મતદાન
જીલ્લા ટકાવારી
કચ્છ-મોરબી પપ.૩૦ ટકા
સુરેન્દ્રનગર પ૪.૪પ ટકા
રાજકોટ પ૯.૬૦ ટકા
પોરબંદર પ૧.૭૯ ટકા
જામનગર-દેવભૂમિ દ્વારકા પ૭.૬૭ ટકા
જુનાગઢ-ગીર સોમનાથ પ૮.૮૦ ટકા
અમરેલી ૪૯.રર ટકા
ભાવનગર પર.૦૧ ટકા
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
