તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
વાંકાનેર નજીક શ્રી હોલ માતાજી મંદિરે કાલે વૈશાખી બીજ મહોત્સવ ઉજવાશે
ધ્વજારોહણ, નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, સંતવાણી સહિત અનેક કાર્યક્રમો મહંતશ્રી પ્રભાતભાઇ લોખીલની આગેવાનીમાં યોજાશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૮: વાંકાનેરથી ૧૭ કિલોમીટર દુર આવેલ જાલસીકા નજીક આવેલ પૌરાણીક પંચાળ પ્રદેશની આદ્યશકિતમાં શ્રી હોલ માતાજી મંદિરે ઔલોકિક અને રળીયામણા વાતાવરણમાં આગામી તા. ૯ ગુરૂવારે ૧૭મો વૈશાખી બીજ મહોત્સવ અનેકવિધ કાર્યક્રમો થશી ધામધુમથી ઉજવણી કરાશે.
કાલે ગુરૂવારના રોજ સવારે શુભ મુર્હત ધ્વજા આરોહણ તેમજ સવારે ૭ થી ૧ માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું સુંદર આયોજન ત્યારબાદ બપોરે તથા સાંજે (બન્ને ટાઇમ) માંઇ ભકતજનો માટે મહાપ્રસાદ બાદ મંદિરના વિશાળ પટાંગણમાં રાત્રીના નવ કલાકથી ભવ્ય સંતવાણીનો પ્રારંભ થશે જેને સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના નામાંકિત કલાકાર ભુમીબેન આહીર, ભજનીક વિજયભાઇ આહીર તથા વિજુબેન આહીર (ખંઢેરી) તથા સાજીંદા ગ્રુપ સહિતના કલાકારો આ ભવ્ય સંતવાણીમાં પોતાની કલા પીરસવામાં આવશે.
આ વૈશાખી બીજ મહોત્સવમાં વિવિધ જગ્યાના સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિત રહેશે જેમાં શ્રી પ્રભુદાસબાપુ (રામબાઇ માંની જગ્યા વવાણીયા, શ્રી રસીકબાપુ (ગરણી), શ્રી વશિષ્ઠનાથબાપુ (ભાયાસર), શ્રી ભુતનાથ ઓમકારેશ્વર (હેલેન્ડા), શ્રી લક્ષ્મગીરીબાપુ (વાનાવડ), વાઘાબાપા ઠાકર (પુજારી-જાલસીકા), શ્રી હોલમાતાજીના ભુવાશ્રી શ્રી નાથાભાઇ સોનારા (વસુંધરા), આઇશ્રી જાનબાઇમાં-મરધામ-માટેલ મહંતશ્રી હરિઓમનાથ-મોગલધામ-જાલસીકા તથા શ્રી માનબાઇમાં મોગલધા સહિતના સંતો-મહંતો-ભુવાશ્રીઓની વિેશષ ઉપસ્થિતિ રહેશે.
આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાંથી મોટી સંખ્યામાં આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહેશે. (નોંધ આગલા દિવસે પધારતા મહેમાનો માટે રહેવા તથા ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તેમ મહંતશ્રી પ્રભાતભાઇ લોખીલે જણાવ્યું હતું.)
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી હોલ માતાજી મંદિર ટ્રસ્ટીના ટ્રસ્ટીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ આ ઉપરોકત તા. ૯ ને ગુરૂવારે અલૌકિક તથા દિવ્ય કાર્યક્રમમાં સહ પરિવાર સાથે પધારવા ટ્રસ્ટીશ્રીઓ તથા મહંતશ્રી પ. પુ. પ્રભાતભાઇ લોખીલે યાદી આપતા જણાવ્યું છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
