<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ભાવનગર લોકસભા બેઠક માટે ૫૩.૭૩ ટકા મતદાન : ગત ચુંટણી કરતા ૫.૩૨ ટકા ઓછું : ૧૦ લાખ ૨૯,૮૭૫ મતદારોએ મતદાન કર્યુ : ૮.૮૭ લાખ મતદારોએ મતાધિકાર નો ઉપયોગ જ ન કર્યો

 

ભાવનગર લોકસભાની ચુંટણીમાં કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ડો મનસુખ માંડવીયા, લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણીયા, ધારાસભ્‍ય જીતુભાઇ વાઘાણી,  ધારાસભ્‍ય સેજલબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, પૂ.મોરારીબાપુ સહિતના વિવિધ આગેવાનો સંતો, યુવાનો, બહેનોએ ઉત્‍સાહપુર્વક મતદાન કર્યુ હતુ ત્‍યારની તસ્‍વીરો. (૬.૮)

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮ :  ભાવનગર લોકસભા બેઠક માં ૫.૩૨ ટકા મતદાન ઘટી ૫૩.૭૩ ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાના કુલ ૧૯૧૬૯૦૦ પૈકી ૧૦૨૯૮૭૫ મતદારોએ મતદાન કર્યું છે. જ્‍યારે ૮.૮૭ લાખ  મતદારોએ મતદાન ન કરતા મતદાન નિરસ રહેવા પામ્‍યું છે.

ભાવનગર બેઠકના કુલ ૧૩ ઉમેદવારો નું ભાવી  ઇવીએમ માં સીલ થયું છે. જોકે ૧૩ પૈકી ભાજપ અને આપ ના ઉમેદવારો વચ્‍ચે સીધી હરિફાઈ છે.

ભાજપ અને આપના ઉમેદવારે પોતાના જીતના દાવા કર્યા છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં તંત્રએ રાહતની લાગણી અનુભવી છે.

ભાવનગરમાં હિટવેવ ની વચ્‍ચે નીરસ મતદાન નોંધાયું છે. આ વખતે ચૂંટણીનો કોઈ માહોલ જ જમ્‍યો ન હતો. કોઈ મોટી જાહેરસભા યોજાઈ ન હતી કે રાષ્‍ટ્રીય કે પ્રાદેશિક નેતાઓ પ્રચારમાં આવ્‍યા હતા. ચૂંટણી ટેમ્‍પો  જામ્‍યો ન હતો તેમ મતદાન પણ ઓછું થવા પામ્‍યું છે.

 ભાવનગરમાં મતદાન થયું જેમાં બેઠકના કુલ ૧૯,૧૬,૯૦૦ મતદારો પૈકી ૧૦,૨૯,૮૭૫ મતદારો લોકશાહીના પ્રહરી સાબિત થયા છે. જ્‍યારે ૮,૮૭,૦૩૮ મતદારો મતદાન કર્યું નથી.

ભાવનગર બેઠકમાં પુરૂષોનું મતદાન ૫૭.૨૩ ટકા થયુ છે. કુલ ૯,૯૩,૯૨૦ પુરુષ મતદારો પૈકી ૫,૬૮,૮૫૪ મતદારોએ મતદાન કર્યુ હતુ. તો મહિલા મતદારોની સંખ્‍યા ૯,૨૨,૯૪૦ હતી તેમાં ૪,૬૧,૦૦૮એ મતદાન કરતા ભાવનગર બેઠકમાં મહિલાઓનું મતદાન ૪૯,૯૫ ટકા રહ્યું હતુ. આમ, મહિલાઓની તુલનામાં પુરૂષોના મતદાનની ટકાવારી ૭ ટકા વધુ રહી હતી. થર્ડ જેન્‍ડરમાં કુલ ૪૦ પૈકી ૧૨ મતદારોએ મતદાન કરતા તેઓના મતદાનની ટકાવારી ૩૨.૫૦ ટકા નોંધાઇ હતી.

ભાવનગર લોકસભા   બેઠકમાં વિધાનસભા વિસ્‍તાર પ્રમાણે મતદાનની ટકાવારી માં

તળાજા - ૫૧.૫૭ ટકા

પાલીતાણા - ૫૧.૨૦ ટકા

ભાવનગર ગ્રામ્‍ય - ૫૬.૧૧ ટકા

ભાવનગર પૂર્વ - ૫૯.૮૨ ટકા

ભાવનગર પヘુિમ-૫૫.૮૬ ટકા

ગઢડા - ૪૪.૭૭ ટકા

બોટાદ ૫૬.૨૧  ટકામતદાન થવા પામ્‍યું છે.

મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થતાં અને કોઈ અન ઇચ્‍છનીય  બનાવ ન બનતા તંત્ર દ્વારા હાશકારાની લાગણી અનુભવાય છે. (૬.૭)

 

મધ્‍યગીરમાં એકમાત્ર મતદાર ધરાવતુ બાણેજ તિર્થસ્‍થાનઃ ૧૦૦ ટકા મતદાન

મહંત હરિદાસજીએ સવારે પુજા પાઠ કરીને વોટીંગ કર્યુ

(નવીન જોષી દ્વારા) ઉના તા.૮ : ગીરગઢડા તાલુકા મધ્‍યગીરમાં બાણેજ તિર્થસ્‍થાન વિસ્‍તારમાં એકમાત્ર મતદાર મહંત હરિદાસજી છે અને જુનાગઢ લોકસભાની બેઠક માટે  તેમણે સવારે પુજા પાઠ કરીને વોટીંગ કરતા બાણેજમાં ૧૦૦ ટકા મતદાન નોંધાયુ છે.

ઉના ૯૩ વિધાનસભા બેઠક હેઠળ આવેલ ગીરગઢડા તાલુકાના મધ્‍ય ગીરમાં આવેલ બાણેજ તીર્થસ્‍થાન ઉપર ભારતનું એક માત્ર મતદાર ધરાવતુ મતદાન કેન્‍દ્રમાં જુનાગઢ લોકસભા બેઠક માટે બાણેજના મહંત હરિદાસબાપુ ગુરૂ ભરતદાસબાપુએ સવારે પુજા પાઠ કરી મતદાન બુથ ઉપર જઇ મતદાન કરી દેતા બાણેજ બુથ ઉપર ૧૦૦ ટકા મતદાન નોંધાયુહ તુ. આ મતદાનની પ્રક્રિયા માટે ચુંટણીના ઓફિસરો પોલીસ અને અન્‍ય કર્મચારીઓ મળી નવની કલાકો સંખ્‍યાનો સ્‍ટાફ રોકાયેલ હતો.

(11:28 AM IST)