<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

શુક્રવારે વાંકાનેરમાં શ્રી પરશુરામ ભગવાનનો જન્‍મોત્‍સવ બ્રહ્મસમાજ ઉજવશે

કાલે રાત્રે દાંડીયારાસ, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ભરતભાઇ ઓઝાની આગેવાનીમાં યોજાશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૮: વાંકાનેરમાં સમસ્‍ત બ્રહ્મ સમાજના આરાધ્‍યદેવ શ્રી પરશુરામ દાદાનો જન્‍મોત્‍સવ તા. ૧૦ ને શુક્રવારે (અક્ષય તૃતીયા) દીને સંતો-મહંતોની ઉપસ્‍થિતિમાં ધામધુમથી ઉજવાશે.

જન્‍મોત્‍સવની પુર્વ સંધ્‍યાએ તા. ૯ ને ગુરૂવારે દરબારગઢ પાસે ચત્રભુજરાયજી મંદિરના પટાંગણમાં સમસ્‍ત બ્રહ્મસમાજના ભાઇઓ-બહેનો માટે મ્‍યુઝીકલ દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્‍યું છે તો તમામ બ્રહ્મ સમાજને પધારવા મોરબી જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઇ કે. ઓઝાએ જ્ઞાતિજનોને રાત્રે નવ કલાકે સહ પરિવાર સાથે ઉપસ્‍થિત રહેવા આમંત્રીત કરાયા છે.

તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૪ કલાકે જીનપરા જકાત નાકેથી મહંત શ્રી પ. પુ. અશ્‍વિનબાપુ રાવલ (ગાયત્રી શકિતપીઠ) તથા રૂગનાથજી મંદિરના મહંતશ્રી છબીલદાસ બાપુની અધ્‍યક્ષ સ્‍થાને ભવ્‍યતિ ભવ્‍ય શોભાયાત્રા પ્રસ્‍થાન થશે જે શહેરના રાજમાર્ગે જીનપરા ચોક, રસાલા રોડ, મેઇન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોક, પ્રતાપ ચોક થઇ રામ ચોક ખાતે આવેલ ઔદિચ્‍ય બ્રહ્મ સમાજની વાડી ખાતે સમાપન થશે ત્‍યાં ઉપસ્‍થિત દાદાના ભકતોને ધર્મસભાને સંતો-મહંતો આશિર્વચન સાથે સંબોધન કરશે.

આ શોભાયાત્રાના રૂટ પર ઠેર-ઠેર ઠંડા પીણાની પણ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. તેમ શોભાયાત્રા ઇન્‍ચાર્જ અમિતભાઇ ભટ્ટ, દુષ્‍યંતભાઇ ઠાકરે યાદી આપતા જણાવેલ છે.

આ શોભાયાત્રા રામ ચોક ખાતે બ્રહ્મ સમાજની વાડી ખાતે સમાપન સમારંભ બાદ ઉપસ્‍થિત સમસ્‍ત બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે તો સમસ્‍ત બ્રહ્મ સમાજને રાસ-ગરબા, શોભાયાત્રા તથા મહાપ્રસાદનો લાભ લઇ જ્ઞાતિ ગંગાના દર્શનનો લાભ લેવા બ્રહ્મ સમાજ વાંકાનેરના પ્રમુખ જયેશભાઇ ઓઝાએ પધારવા અપીલ કરવામાં આવી છે.

સફળ બનાવવા મહંત શ્રી અશ્‍વિનબાપુ રાવલ, અમિતભાઇ ભટ્ટ, રાજુભાઇ રાવલ, દુષ્‍યંતભાઇ ઠાકર, મોહનભાઇ ગામોટ, બાબુભાઇ રાજગોર, યોગેશભાઇ પંડયા, આકાશ ઓઝા તથા થવુભાઇ રાજગોર કમરકસી રહ્યા છે.

(11:29 AM IST)