તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
મોરબીઃ મતદાનમાં વરિષ્ઠ નાગરિકોનો ઉત્સાહ ચરમસીમા પર રહ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. 8: મોરબી જિલ્લામાં મતદારોને પણ જાણે કે, મતદાનની રેસમાં પાછળ છોડી દે તેવો માહોલ સજર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે કરવામાં આવેલી સુવિધાઓનો લાભ લઈને વરિષ્ઠ મત દાતાઓ મતદાન મથક સુધી પહોંચીને પોતાની ફરજ નિભાવી હતી.ᅠ
ટંકારા ના નેસડા (સુ) ગામના મણીબેન પરસોત્તમભાઈ રાજકોટિયાએ 105 વર્ષની ભાઈએ મતદાન કરી મતદાન લોકશાહીનો પાયો છે તેઓ શુભ સંદેશો આપ્યો હતો જયારે ટંકારા ના બંગાવડી ગામના જળીબેન ત્રિભુવનભાઈ મેંદપરાએ 99 વર્ષની વયે મતદાન કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તો મોરબીના ધરમપુર ગામના ઉજીબેન મેરૂભાઈ સુરેલાએ 100 વર્ષની વયે મતદાન કરવા યુવાનોને પણ શરમાવે તેવો ઉત્સાહ બતાવ્યો હતો.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
