તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
જુનાગઢમાં 84 વર્ષના દાદીમાંએ કર્યુ મતદાન

જુનાગઢઃ ગાંધીગ્રામના રહેવાસી અને નિવૃત શિક્ષક શ્રીમતી તારામતીબેન વજુભાઇ ગણાત્રા કે જેમની ઉંમર 84 વર્ષની છે અને હાલમાં પડી ગયા હોય અને હાથમાં 4પ દિવસનું પ્લાસ્ટર હોવા છતા પણ મતદાન કરી તેમની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવી હતી. નિસર્ગ નેચર કલબ, જુનાગઢના પ્રમુખ ડો. પાર્થ ગણાત્રાના માતુશ્રી છે.સવારે ઉઠતાની સાથે જ પુત્ર ડો.પાર્થ ગણાત્રા અને વહુ મોનાલીબેન ગણાત્રા સાથે ગાંધીગ્રામ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ખાતે મતદાન કર્યુ હતું. તારામતીબેને જણાવ્યું હતું કે મતદાન એ મહાદાન છે અને આપણા બધા ભારતીય બહેનો તથા ભાઇઓનો અધિકાર છે તથા રાષ્ટ્ર પર્વ છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
