તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
પાટડી પાસે બે મોટી ટ્રકો ટકરાતા બેના મોત
અકસ્માતના ઘટના સ્થળે 14 કિ.મી.થી વધુ ટ્રાફિકજામ

વઢવાણ તા. 8 : પાટડી અને ખાવડા વચ્ચે આવેલા વોકળા પાસે 14 વ્હીલના બે ટ્રકો સામસામે અથડાયા છે જેના કારણે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રક બંધ હતી ત્યારે બીજી ટ્રકના ચાલકે સામે ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાય છે જ્યારે જાણવા મળે છે કે પાટડીથી ખાવડા બે કિલોમીટરનો રસ્તો છે. જ્યાં આ અકસ્માત સર્જાયો છે અને અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે.
રાત્રિના પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો છે ત્યારે હાલમાં પણ હજુ 14 કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હાઇવે ઉપર વાહનોના થપ્પે થપ્પા લાગી ગયા છે. બંને મળતદેહોને પણ પીએમ માટે હાલમાં પાટડી સાર્વજનિક દવાખાને ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિકજામમાં અનેક વાહનો ફસાયા છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
