<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

મંગળવારે થયુ મતદાન અને મંગળવારે જ થશે મતગણતરી

હવે આગામી પુરા છવ્‍વીસ દિવસ સુધી અટકળોની પુર બાર સીઝન.. કોણ કદ પ્રમાણે વેતરાશે? ઓછું મતદાન, ક્ષત્રિય આંદોલન, કાળઝાર ગરમી, પ્રચારના મુદા, આ બધા પરીબળો કેવા પરીણામો લાવશે તેના સરવાળા- બાદબાકીના સર્વે થતા રહેવાના.

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.8: ગુજરાતમાં રપ બેઠકોનું મતદાન સંપન્ન થયું. સંયોગ જુઓ કે, મતદાન મંગળવારે થયુ 4 જુને થનાર મત ગણતરીનો વાર પણ મંગળવાર જ છે. પરિણામ આડે આજનો દિવસ બાદ કરીએ તો પુરા 26 દિવસ નો લાંબો સમયગાળો બચ્‍યો છે.

આ સમયગાળા દરમીયાન સામ સામે જીતના દાવાઓ પક્ષો- ઉમેદવારો- ટેકેદારો દ્વારા દલીલો સાથે થતા રહેવાના છે. શરતોનુ઼ બજાર પણ ભારે ગરમ રહેવાનું છે. એકિઝટપોલ્‍સની આગાહીઓ પણ ચર્ચાઓનું કેન્‍દ્ર રહેશે. ‘કદ પ્રમાણે' કયો પક્ષ અથવા કયા ઉમેદવાર વેતરાશે? સ્‍થાનિક- રાજય અને રાષ્‍ટ્રીય સ્‍તરે ભાજપ ના ભાવિ વિષે પણ ચર્ચાઓનો છુટો દોર પણ લોકશાહીના દાયરાના વર્તુળમાં છંછેડાયેલો રહેવાનો છે. આ બધી અટકળો દાવાઓની ભરમાર વચ્‍ચે આધાર સાથેની દલીલો પણ રોચક રહેવાની છે. પરિણામો બાદ વેરઝેરનો અધ્‍યાય શરૂ થવા પૂર્વે બાકીના આ છવ્‍વીસ દિવસો સુધી હવે ‘થોભો અને રાહ જુઓ' પર અમલ સાથે રાજયમાં એકંદરે ચોમેર શાંતિ અને હાસકારા ની અનુભુતિ સામાન્‍ય જનમાનસમાં જોવા મળે છે અને મળતી રહેશે. જો કે પરિણામ તો 4 જુનનો દિવસ જેમ જેમ નજીક આવતો જશે તેમ તેમ કોનું પલ્લુ ભારે રહેશે? અને તેની અસરો-આડઅસરો કેવી રહેશે? તે વાસ્‍તવિકઓનો ચિતાર કેટલાક માટે ચિંતા નો વિષય બની રહેવાનો.

(12:53 PM IST)