તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
જામનગર : ભાજપનો પ્રચંડ વિરોધ, કોંગ્રેસ તરફી મતોનો મોટો ઝુકાવ છતાં જીત મેળવવામાં કોંગ્રેસ ચૂકી જશે તેવું ચિત્ર...

(મુકુન્દ બદીયાણી દ્વારા) જામનગર, તા.૮ : ૧ર- જામનગર લોકસભા વિસ્તારમાં ગઈકાલે તા.૭-પ-ર૦ર૪ને મંગળવારના રોજ મતદાન શાંતિપુર્વક સંપન્ન થવા સાથે પરણિામની ચર્ચાઓનો દોર પણ શરૂ થઈ ચુકયો છે ૧ર-જામનગર લોકસભા મત વિસ્તારમાં ૧૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ રાબેતા મુજબ મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રહે ભાજપ તરફથી પુનમબેન માડમ ત્રીજી ટર્મ માટે તેમની સામેના પહેલીવાર કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયા વચ્ચેનો જંગ ગુજરાતભરમાં ચર્ચિત બનેલ.
ક્ષત્રિય આંદોલનની પાર્શ્વભૂમિમાં લડાયેલી આ ચુંટણીમા ભાજપ માટે કપરા ચઢાણનો દાવો કરનારા રાજકીય નિરીક્ષકો જામનગરમાં વડાપ્રધાનની જાહેર સભા બાદ અને મતદાનના બે ત્રણ દિવસો પહેલાથી ભાજપ ઉમેદવાર પુનમબેન માડમનો વિજય માટે નિશ્ચિતતા વ્યકત કરતા થઈ ગયા હતા. શરૂઆતમાં પાંચ -પચ્ચીસ હજારની પાતળી લીડથી બે માંથી કોઈપણ ઉમેદવાર જીતી-હારી શકેની ચર્ચા કરે રાખતા અમુક નિષ્ણાંતો પણ ગઈ કાલે મતદાન પુરું થયું ત્યા સુધી અને ત્યારબાદ પણ પુનમબેનની લાખ મતોની આસપાસથી ચોકકસ જીતનો દાવો કરતા થઈ ગયા છે. જો કે વડાપ્રધાનશ્રીની જાહેર સભાના ૨૪ કલાક પછી જામનગરમાં પ્રચંડ ક્ષત્રિય અસ્મિતા સંમેલનની પણ એટલી જ મોટી ચર્ચા સર્વત્ર જોવા મળી હતી.
આ બધા વચ્ચે કોંગ્રેસના જે.પી.મારવીયાની જીતનો છાતી ઠોકી દાવો કરનાર કટ્ટર સમર્થકો હજુ પણ આશ્વસ્ત હોઈ શકે છે પરંતુ આ લખાય છે ત્યાં સુધી મતદાન પુર્ણ થયાની સમી સાંજે પણ જે.પી.મારવીયાની જીત માટે શરત પર દાવો લગાડવા કોઈ તૈયાર થતુ નથી તે વાતો પણ શરત બજારમાં ખૂણે ખાચેથી મળતી રહે છે. તેમ છતાં એક વાત તો નકકી છે કે ક્ષત્રિયોના પ્રચંડ ક્રોધને લીધે કોંગ્રેસ તરફથી એક ઝોક ઉભો થતો રાજકીય નિરીક્ષકોએ જામનગર લોકસભા મત વિસ્તારમાં અનુભવ્યો છે પરંતુ આ ક્રોધ અને કોંગ્રેસ તરફી ઝોક મોટી સંખ્યામાં મતોમાં પરીવર્તીત થાય તો પણ કોંગ્રેસનો પનો જીત માટે જામનગર બેઠક ઉપર ટૂંકો પડી રહ્યો છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
તા.૭ મે મંગળવારના રોજ મતદાનના સમય દરમ્યાન જામનગર શહેર તેમજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એવા ગામોની અને મતદાન મથકોની અમે મુલાકાત લીધી હતી જયાં આહીરો, ક્ષત્રીયો તેમજ પટેલોની બહુમતિ હોય એ વાત હકીકત છે કે ક્ષ્રત્રીય બહુલ મતદારોના ગામોમાં જબરો ભાજપ વિરોધ જરૂરથી જોવા મળ્યો હતો. સાથે સાથે બંન્ને પક્ષો તરફી મતદારોએ પક્ષીયો વિરોઘ્ધ વચ્ચે પણ સંવાદિતા જાળવી રાખવા જેટલી ઉદારતા પણ વ્યકત કરી. સમગ્ર મત વિસ્તારમાં પ્રારંભમાં મતદાન ધીમુ લાગ્યુ પરંતુ મતદાનનો સમય પુર્ણ થતા સુધીમાં ૧ર-જામનગર લોકસભા મત વિસ્તારમાં છેલ્લા અહેવાલ મુજબ પ૭.૬૭ ટકા મતદાન થયું છે. મત વિસ્તારના તમામ સમાજોમાં ભાજપ તરફી તથા કોંગ્રેસ તરફી મતદારો હોય છે. શકય છે કે એક સમયે જબ્બર ભાજપ સમર્થક ક્ષત્રિયોમાંથી મોટાભાગના ક્ષત્રિય મતદારોએ ભાજપ વિરૂઘ્ધ મતદાન કર્યું હોય છતા પક્ષીય વિચારધારાને વફાદાર અમુક લોકોએ પક્ષની તરફેણમાં મત નાખ્યા હોય અથવા તો પક્ષને નુકશાન થાય તેવી કામગીરીથી અળગા રહ્યા હોય તેવુ મનાય છે.
ર૦૧૪ અને ર૦૧૯ની ચુંટણીમાં મોટા માર્જીનથી જીતેલા પૂનમબેન માડમ ર૦ર૪ માં પણ મતદારોનો તે વિશ્વાસ જાળવી રાખવામા સફળ થાય તેવી શકયતા વધુ જોવા મળી, તે સંજોગોમાં ગત ચુંટણી કરતા ભલે માર્જીન ઓછું થાય કે અગાઉ નિર્ધારિત કરેલા પાંચ લાખના માર્જીનની જીતના લક્ષ્યાંકને આંબી ન શકાય પરંતુ પૂનમબેન માડમની ઝળહળતી જીતતો નિશ્ચિત દેખાઈ રહી છે.
દરમિયાન મેઇન સટ્ટાબજારના છેલ્લા વર્તારા મુજબ જામનગરની બેઠક ઉપર ભારે કસોકસ સંઘર્ષ જોવા મળે છે. જો કે પલડું પુનમબેન તરફ વિશેષ ઝોક ધરાવે છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
