<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

જેતપુરમાં લોકસભાના ૧૩ ઉમેદવારોનું ભાવી નકકી કરવા માત્ર પ૧.ર૪ ટકા મતદાન

કોઇક વિસ્‍તારમાં સ્‍લીપો ન મળ્‍યાની તો કોઇકે અસહ્ય તાપને લીધે મતદાન ટાળ્‍યુ, વ્‍હીલચેર ન હોય સ્‍ટ્રેચર ઉપરથી મતદાન કર્યુ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૮ :.. લોકસભાની ચૂંટણીને રાષ્‍ટ્રીય પર્વ તરીકે ઉજવી લોકોએ દેશનું ભાવી નકકી કરવા ગત રોજ મતદાન કર્યુ.

પોરબંદર લોકસભાની સીટના ભાજપના મનસુખભાઇ માંડવીયા, કોંગ્રેસના લલીતભાઇ વસોયા તેમજ અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧૩ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝ૦પલાવેલ તેમાં ભાજપના મનસુખભાઇ માંડવીયાનો રોડ-શો મતદારોને આકર્ષી શકયો કે નહીં તે રીઝલ્‍ટ આવશે ત્‍યારે ખબર પડશે.

શહેરમાં ભાજપનું સંગઠન મોટુ હોય પરંતુ તેમાં ત્રણ જૂથો પડી ગયેલ છે. સામા  પક્ષે કોંગ્રેસનું કોઇ સંગઠન જેવું વર્ચસ્‍વ ન હોય કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ વસાયાની માત્ર એક સભા યોજાઇ હતી. તેમણે રૂબરૂ અમુક વેપારીઓનો સંપર્ક કરેલ.

જેથી મતદારોમાં કયાંકને કયાંક બન્ને ઉમેદવારો માટે અસંતોષ જોવા મળેલ.

કોંગ્રેસના ઉમેદવારનું વર્ચસ્‍વ ન હોય તો સામા પક્ષે ભાજપમાં આયાતી ઉમેદવાર ઉપરાંત મતદાતાઓના અમુક વિસ્‍તારોમાં  સ્‍લીપો ન મળી હોય તેમજ તાપમાનનો પારો પણ ઉંચો હોય મતદાન કરવાથી અળગા રહ્યા હતાં. જેથી માત્ર પ૧.ર૪ ટકા મતદાન નોંધાયું હતું. પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઉત્‍સાહી રાજુભાઇ ઉસદડીયા દ્વારા મતદારોને ગરમીનો અહેસાસ ન થાય માટે ઠંડા પાણી તેમજ સરબતની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

આ વિસ્‍તારમાં મતદારોએ પણ જાગૃતતા દાખવી મતદાન પણ ખરા તડકામાં કરેલ. યુવા ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ પ્રશાંતભાઇ કોરાટ તેમજ પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટે સાંકળી ખાતે પોતાનું મતદાન કરેલ તો શહેરના રાજકીય આગેવાનો, ડાઇંગ એસો. પ્રમુખ જયંતીભાઇ રામોલીયા, તેમજ સાધુ સંતોએ મતદાન કરી લોકોને  મતદાન કરવા અપીલ કરી હતી.

(1:40 PM IST)