<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

જાફરાબાદમાં ચૂંટણીની ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું અચાનક મોત

કૌશિકાબેન બાબરીયા અચાનક પડી ગયેલ : હાર્ટ એટેક આવી ગયો

રાજુલા,તા.૮ : જાફરાબાદ ખાતે લોકસભાની ચૂંટણીની કામગીરી દરમિયાન એક મહિલા કર્મચારી કૌશિકાબેન બાબરીયા ઉંમર વર્ષ ૪૯ અસહ્ય કાળજાળ ગરમીને કારણે પ્રથમ તેમને મૂંઝારો થયો હતો જે જોઈ સાથી કર્મચારીઓએ તેમને તુરંત એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા રાજુલા ખાનગી હોસ્‍પિટલ ખાતે લઈ આવેલ પરંતુ ત્‍યાં તેઓ મળત જાહેર થતાં ત્‍યારબાદ રાજુલા સિવિલ હોસ્‍પિટલ ખાતે તેમને પીએમ માટે લાવેલ. કૌશિકાબેનના પતિ કિરીટભાઈ બાબરીયા અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીમાં કામ કરતા હોય તેમનો સાથી સ્‍ટાફ એમ્‍બ્‍યુલન્‍સમાં સાથે આવેલ હતો. તેઓ અચાનક પડી ગયા હતા અને હાર્ટએટેકએ તેઓનો ભોગ લઇ લીધો હતો.

(1:42 PM IST)