તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ઉના વિસ્તારમાં ધારાસભ્યની દાદાગીરી ગુંડાગીરી બાદલપરા, કડાયામાં બોગસ મતદાનની ફરીયાદો કરાઈ : હીરાભાઈ જોટવા

જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા એ પત્રકારોને જણાવેલહતું કે ઉના વિસ્તારના ધારાસભ્ય ખુલ્લેઆમ દાદાગીરી ગુંડાગીરી કરી રહેલ છે બાદલપરા, કડાયામાં બોગસ મતદાન થઈ રહેલ છે જેની ચુંટણી પંચ તેમજ કાયદો વ્યવસ્થા બગડે નહી તે માટે એસ.પીને રજુઆતો કરાઈ છે.
જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પત્રકારોને જણાવેલ હતું કે ઉના વિસ્તારના ધારાસભ્ય કે.સી.રાઠોડ ખુબ જ ખરાબ વર્તન કરી રહ્યા છે એજન્ટોને ગાળો આપે છે ખુલ્લેઆમ દાદાગીરી ગુંડાગીરી કરી રહેલ છે તેમજ તાલાલા મત વિસ્તારના ધારાસભ્ય ભગાભ સ્વઈ બારડના ગામ બાદલપરા તેમજ માળીયા હાટીના તાલુકાના કડાયા ગામમાં બોગસ મતદાન થઈ રહેલ હોય તેની ફરીયાદ સક્ષમ ચંટણી અધિકારીની કરાઈ છે તેમજ કાયદો વ્યવસ્થાની પરીસ્થિતી બગડે નહી તે માટે એસ.પી મ નોહરસિંહ જાડેજાને ફરીયાદ કરાઈ છે લોકશાહીમાં આવી દાદાગીરી ગુંડાગીરી તેમજ બોગસ મતદાન સામે ભવિષ્યમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જવું પડ શે તો જશું તેવું જણાવેલ હતું ઉના વિસ્તારમાં માહોલ ન બગડે તે માટે તેને કોંગ્રેસના કાર્યકરોને સાવ શાંતિ રાખી કામ કરવા અપીલ કરેલ હતી સાથે અનેક આક્ષેપો અધિકારીઓ સામે પણ કરેલ હતા.
બાણેજ ખાતે મહંત હરિદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
જૂનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલા ઉના મત વિસ્તારમાં આવેલા દેશના એકમાત્ર મતદાર ધરાવતા મતદાન મથક એવાં બાણેજ ખાતે આજે બપોરે મહંત હરિદાસજીએ પોતાના મતધિકારનો ઉપયોગ કર્યો હતો.
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને સજોડે મતદાન કર્યુ
સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં આબાલથી લઈ વળદ્ધ સુધીના મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે, ત્યારે જિલ્લાની ચૂંટણીઓની વ્યવસ્થાઓની વ્યસ્તતાઓ વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સવારે વેરાવળ ખાતે આવેલ મણીબેન કોટક શાળા ખાતે પહોંચ્યાં હતાં અને સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને સજોડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અન્વયે ત્રીજા તબક્કાના આજે યોજાયેલા મતદાન કર્યા બાદ કલેક્ટરશ્રીએ ચૂંટણી માટે એક એક વોટ કિંમતી હોય છે ત્યારે જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી.
‘પદ્મશ્રી'હીરબાઇબેન લોબીએ મતદાન કર્યુ
તાલાલાના જાંબુર ગામમાં રહેતા પદ્મશ્રીથી સન્માનિત હીરબાઈબેન લોબીએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.
પદ્મશ્રી હીરબાઈબેન લોબીએ પોતાના જાંબુર વતન ખાતે મતદાન મથક પર જઈ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
