તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ગીર સોમનાથ જીલ્લામાં શાંતિપૂર્ણ મતદાન શહેરી વિસ્તારમાં લાંબી લાઈનો લાગી
સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૨.૩૩ ટકા મતદાન જીલ્લા, અધિક કલેકટર, પ્રાંત અધિકારી, વહીવટી તંત્ર એ મતદાનની ટકાવારી વધારીઃ એસ.પી, ડીવાયએસપી, વિવિધ બાંન્ચોની જડબેસલાક સુરક્ષા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: ગીર સોમનાથ જીલ્લામાં સવારે ૭ વાગ્યા થી શાંતિ પુર્ણ મતદાન શરૂ થયેલ હતું દરેક મતદાન મથકોમાં લાંબી લાઈનો લાગેલ હતી સાંજે ૬ વાગ્યા સુધી માં ૬૨.૩૩ ટકા મતદાન થયેલ હતું જેમાં સૌથી વધારે વેરાવળ માં મતદાન થયેલ હતું જીલ્લા, અધિક કલેકટર, પ્રાંત અધિકારી, વહીવટી તંત્ર એ મતદાન ની ટકાવારી વધારે થાય તે માટે દરેક મતદાન મથકો ઉ૫ર અદભૂત પુર્વક વ્યવસ્થા ગાઠવેલ હતી જયારે એસ.પી એ તેમના વિભાગના ડીવાયઅસપી, પી.આઈ વિવિધ બ્રાંન્ચો દ્વારા જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવેલ હતી.
ગીર સોમનાથ જીલ્લામાં ચાર વિધાનસભા માં ૧૦૪૦ મતદાન મથકો ઉભા કરાયેલ હતી જેમાં સવારે ૭ વાગ્યા થી મતદાન શરૂ થતા મોટી સંખ્યામાં મતદારો ની શરૂઆત થયેલ હતી અનેક જગ્યાએ લાંબી લાંબી લાઈનો લાગેલ હતી સાંજે ૬ વાગ્યા સુધીમાં વરાવળ ૭૦.૧૬ ,તાલાલા ૬૦.૩૦, કોડીનાર ૬૦.૭૧,ઉના ૫૮.૧૭ ટકા મતદાન થયેલ હતું જીલ્લા માં ૬૨.૩૩ ટકા મતદાન થયેલ હત સૌથી વધારે સોમનાથ મત વિસ્તારમાં ૭૦.૧૬ મતદાન થયેલ હતું.જીલ્લા કલકટર દિવિજયસિંહ જાડેજા, અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી મોદી તથા તાલુકાનઓના મામલતદાર, ચૂંટણી અધિકારીઓ,વહીવટી તંત્રએ દરેક બુથ ઉપર મતદારોને કોઈ તકલીફ ન પડે અને ઝડપભેર મતદાન કરી શકે ત માટે વ્યવસ્થા ગોઠવેલ હતી તેમજ જીલ્લા મા સૌથી વધ મતદાન થાય તે માટે અનેક કાર્યક્રમો ગોઠવી લોકજાગળતી ફેલાવેલ હતી. એસ.પી મનોહરસિંહ જાડેજાએ જીલ્લિાના ડીવાયએસપી, પી.આઈ વિવિધ બ્રાંન્ચો ના અધિકારીઓ તમામ પોલીસ સ્ટેશન ના અધિકારીઓ કર્મચારીઆ, એસ.આર.પી,સી.આર.પી.એ., હોમગાર્ડ, ગ્રામ્ય રક્ષક દળ તમામ બુથો ઉપર કોઈપણ અનિચ્છીય બનાવ બને નહી તે માટે જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા રાખેલ હતી ચાર વિધાનસભામાં શાંતિપુર્ણ મતદાન થયેલ હતું.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
