તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
માધવપુર (ઘેડ)માં ૧.પ૪ લાખના સોનાના દાગીનાની ચોરી
તસ્કરોએ જવેલર્સ-શોરૂમના તાળા તોડીને સોનાની બુટી, પેન્ડલ, વીંટી સહીત ર.પ તોલા દાગીના ઉઠાવી ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, ના., ૮: માધવપુર (ઘેડ)માં તસ્કરોએ બંધ જવેલર્સ શોરૂમના તાળા તોડીને સોનાની બુટી, પેન્ડલ, વીંટી સહીત કુલ ર તોલા પ ગ્રામ સોનાના દાગીના કિ.રૂા. અંદાજે ૧.પ૪ લાખના ઉઠાવી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
માધવપુર (ઘેડ)માં મોટા ઝાંપા સાથે જવેલર્સ શોરૂમ ધરાવતા નટુભાઇ ઘેલાભાઇ નાંઢાએ નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે કોઇ અજાણ્યા ચોર ઇસમે દિવસના આશરે પાંચથી સાડા પાંચ વાગ્યાના વખતે ફરીયાદીની જવેલર્સ દુકાનનો દરવાજો ખોલી, દુકાનમાં પ્રવેશ કરી, દુકાનના કાઉન્ટરમાં રાખેલ સ્ટીલની પેટી સહીત પેટીમાં રહેલ સોનાના દાગીના જેમાં સોનાની બુટી જોડી-૧ જેનું વજન ર.૪૦૦ ગ્રામ કી. રૂા. ૧૪,ટ૦૦, બચ્ચા વીટી નંગ-૩ જેનું વજન ૧.૩ર૦ ગ્રામ જેની કી. રૂા. ૮,૧૦૦, ઓમકાર પેંડલ નંગ-૧પ જેનું વજન પ.૪૮૦ ગ્રામ કી. રૂા. ૩૩,૭૦૦, પ્લેઇન પાઇપ બાલી જોડી-૧ર જેનું વજન ૩.૯૭૦ ગ્રામ જેની કી. રૂા. ર૪,૪૦૦ , સોનાના નાકના દાણા નંગ-૩૭ જેનું વજન ૩.૪૭૦ ગ્રામ જેની કી. રૂા. ર૧,૩૦૦, સોનાની જેન્સ વીંટી નંગ-ર જેનું વજન આશરે ૩.૯૭૦ ગ્રામ જેની કી. રૂા. ર૪,૪૦૦ તથા સોનાની લેડીસ વીંટી નંગ-૧ જેનું વજન ૧.૬ર૦ ગ્રામ જેની કી. રૂા. ૯,૯૦૦ જે તમામ સોનાના દાગીના કુલ વજન આશરે ર તોલા પ ગ્રામ ૬૦ મીલી જેની અંદાજીત કુલ કિ. રૂા. ૧,પ૪,૦૦૦ના મુદામાલની ચોરી કરી લઇ ગયેલ છે.
આ ચોરીની વધુ તપાસ માધવપુરના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.ગામેતી ચલાવી રહયા છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
