<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ગીર સોમનાથમાં ભૂંકપના આંચકા અનુભવાયા : તાલાલા આસપાસ ચાર મિનિટમાં બે આંચકા: લોકોમાં ફફડાટ

ભૂકંપનો એક આંચકો 3.7ની તિવ્રતાનો અનુભવાયો જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા 3.4ની નોંધાઈ

ગીર સોમનાથમાં આજે ભૂંકપના આંચકા આવ્યા હતા.  4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3.7ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા 3.4ની નોંધાઈ હતી. તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. જો કે ભૂકંપને કારણે અત્યાર સુધીમાં જાનમાલને નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી.

(9:32 PM IST)