<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

કેન્સર જેવા ગંભીર રોગથી પીડાતા પણ રાષ્ટ્રધર્મના રંગે રંગાયેલા કાજલબેન દફતરી મતદાન કરવા પરિવાર સાથે રાજકોટથી મોરબી પહોંચ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કેન્સર વોરિયર -શરીર છે રોગ આવે અને જાય પરંતુ રાષ્ટ્ર પ્રથમની વિચાર શરણી એ મતદાન કરવા હિંમત કરી ધોમધખતા તાપમાં મોરબી પહોંચ્યા હતા .
 કાજલબેન સંદીપભાઈ દફતરી હાલ રાજકોટમાં રહે છે કેન્સર ગ્રસ્ત હોવાથી રેડીએશન પૂર્ણ કરી બપોરે 1:30 વાગે મોરબી જવા નીકળ્યા અને પુરા પરિવારની સાથે બપોરે ત્રણ વાગે રાષ્ટ્રની પવિત્ર ફરજ નિભાવવા માટે મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા પુરા પરિવારની સાથે મતદાન કરી અને ધર્મ નિભાવ્યો બાજીરાજબા લાયન્સ  કન્યાશાળામાં સ્ટાફ દ્વારા કાજલબેન ને પૂરતો સહયોગ મળ્યો અને લાઈન હોવા છતાં સમગ્ર પરિવારને સાથે મતદાન કરવા માટે પ્રથમ અધિકાર આપ્યો. કાજલબેન હોંશે હોંશે હંસતા મોઢે પોતાનો પવિત્ર અને કિંમતી રાષ્ટ્રને અર્પણ કરી અનેકલોકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.
 કાજલબેન દફતરી મોરબીના જૈન અગ્રણી, સામાજિક કાર્યકર અને લાયન્સ અગ્રણી ચંદ્રકાંતભાઈ દફતરીના પુત્રવધુ છે.

(12:44 AM IST)