<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

મોરબીના ઉંચી માંડલ નજીક નદીના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના ઉંચી માંડલ નજીક ખરેડા ગામે આવેલ મંદિર પાછળ નદીમાં ડૂબી જતા ૨૦ વર્ષીય યુવાનનું મોત થયું હતું યુવાન નદીમાં ડૂબી જતા મોરબી ફાયર ટીમે ત્રણ કલાકની જહેમત બાદ ગ્રામજનોના સહકારથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

   ઉંચી માંડલ નજીક ખરેડા ગામના રામાપીર મંદિર પાછળ આવેલ નદી (નાલામાં) એક યુવાન ડૂબ્યો હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જે કામગીરીમાં ગ્રામજનોએ પણ સહકાર પૂરો પાડ્યો હતો ફાયર ટીમ અને ગામ લોકોની ત્રણ કલાકની જહેમત બાદ પણ મૃતદેહ જ હાથ લાગ્યો હતો પાણીમાં ડૂબી જતા મનજીભાઈ હકાભાઇ પીપરીયા (ઉ.વ.૨૦) નામના યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(12:50 AM IST)