તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 9th May 2024
અડગ મનના માનવી: મોરબીના બે વડીલો બાઈક લઈને ચારધામની યાત્રાએ રવાના.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આજના યુવાનો શારરીક શ્રમથી દુર થતા જાય છે જયારે આપણા વડીલોએ તેમની યુવાનીમાં સારો એવો શ્રમ કર્યો હોય જેથી આજે પણ તેઓ નીરોગી જીવન જીવતા હોય છે અને યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ પણ તેમનામાં જોવા મળતી હોય છે આવા જ બે વડીલો બાઈક લઈને ચાર ધામની યાત્રા પર નીકળી પડ્યા છે ત્યારે યુવાનો પણ ચોક્કસ આશ્ચર્યચકિત થશે.
મોરબીના રહેવાસી રમણીકલાલ લોરિયા અને નારાયણભાઈ સંઘાણી બંને ૬૦ વર્ષથી ઉપરની ઉમર ધરાવે છે જે બંને સીનીયર સિટીઝનો આજે મોરબીથી બાઈક યાત્રા પર રવાના થયા છે જેઓ એક માસ બાઈક યાત્રા કરીને હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ અને યમનોત્રી તેમજ ગંગોત્રીની યાત્રા કરશે ચાર ધામની યાત્રા કેટલી મુશ્કેલ હોય છે એ તો સૌ કોઈ જાણે છે.
વળી ઉમરના છેલ્લા પડાવ પર એટલે કે વૃદ્ધાવસ્થામાં ચાર ધામ યાત્રા કરવી આમ પણ મુશ્કેલ માનવામાં આવે છે ત્યારે મોરબીના બંને વડીલો બાઈક પર ધાર ધામની યાત્રાના સંકલ્પ સાથે નીકળી ચુક્યા છે અને સતત એક માસ સુધી તેઓ બાઈક પર જ ચાર ધામની યાત્રા કરશે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
