<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

વેરાવળ પીજીવીસીએલમાં બીલ ભરવાની એકજ બારી : ધોમધખતા ગરમીમાં ગ્રાહકો ભારે મુશ્‍કેલીમાં

વેરાવળ, તા.૯: પીજીવીસીએલ ગ્રાહકો બીલ ભરવાની એકજ બારી હોય જેથી ધોમધખતા તાપ માં ભારે મુશ્‍કેલી થાય છે આજે એક વળધ્‍ધને ચકકર આવી જતા પડી ગયેલ હતા જેથી તાત્‍કાલીક વ્‍યવસ્‍થા કરવાની માંગ ઉઠી છે. વેરાવળ સ્‍ટેશન રોડ ઉપર પીજીવીસીએલ ઓફીસ આવેલી છે ત્‍યાં રોડ ઉપર બીલ ભરવા માટે એક બારી રાખવામાં આવેલ છે જયાં ગ્રાહકોની મોટી લાઈન લાગે છે જેથી ધોમધખતા તાપમાં બહાર ઉભુ રહેવુ પડે છે ગ્રાહકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે અનેક વખત રજુઆત કરવા છતા કોઈ ઉકેલ આવેલ નથી આજે લાઈનમાં ઉભેલ એક ગ્રાહકને ચકકર આવી જતા પડી ગયેલ હતો જેથી તાત્‍કાલીક બીજી બારીની વ્‍યવસ્‍થા તેમજ ત્‍યાં પંખાઓ રાખવા જોઈએ તેવી માગં ઉઠી છે.

(12:34 PM IST)