News of Friday, 10th May 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને
અખાત્રીજ નિમિતે ૨૦૦ મણ કેરીનો શણગાર - ભવ્ય અન્નકૂટ

રાજકોટ તા.૧૦ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા:-૧૦/૦૫/૨૦૨૪ને શુક્રવાર,વૈશાખ સુદ -3 અખાત્રીજ( અક્ષયતૃતીયા) એવં પરશુરામ જયંતી નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરાયો છે. સવારે 05:40 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રી હનુમાનજી દાદાને કેરીઓ ધરાવી તથા દાદાના સિંહાસનને ૨૦૦-મણ કેરીઓ દ્વારા શણગાર એવં ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો હતો.બપોરના ૧૧:૦૦ કલાકે “ભવ્ય અમ્રોત્સવ” નિમિતે અન્નકૂટ આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ.દાદાના વિશેષ આમ્રોત્સવ દર્શનનો લાભ અનેક હરિભકતોએ લઈ ધન્યતા અનુભવી હતી.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
