<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ભુણાવા ચોકડીએ ખાડામાં બાઇક ખાબકતા હડમતાળાના રણછોડભાઇ પીપળીયાનું મોત

સિક્‍સલેન રોડનું કામ ચાલુ હોઇ ડાયવર્ઝન નજીકનો ખાડો અંધારામાં ન દેખાતાં બનાવઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં સ્‍વજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: ગોંડલના ભુણાવા ચોકડી નજીક સિક્‍સ લેન રોડનું કામ ચાલુ હોઈ ત્‍યાં ડાયવર્ઝન નજીક ખાડામાં બાઈક ખાબકતાં તેના ચાલક હડમતાળાના પ્રોૈઢ   રણછોડભાઈ જેરામભાઈ પીપળીયા (ઉ.વ.૫૦)નું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ રણછોડભાઇ પીપળીયા તા.  ૮ના રાત્રીના સમયે પોતાનું મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્‍યારે ભુણાવા ચોકડીએ  સિક્‍સલેન રોડનું કામ ચાલુ હોવાથી ત્‍યાં ડાયવર્ઝન કાઢવામાં આવ્‍યું હોઇ બાજુમાં ખાડો હોઇ તે અંધારાને કારણે ન દેખાતાં રણછોડભાઇ બાઇક સહિત ખાડામાં પડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. રણછોડભાઇ નિવળત જીવન જીવતા હતા અને સંતાનમાં એક પુત્ર છે.

(10:52 AM IST)