News of Friday, 10th May 2024
ધ્રોલના ભેંસદડમાં શ્રી ભેંસદડીયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ધર્મોત્સવ
મહંત શ્રી ૧૦૦ સુખદેવદાસત્યાગીજી મહારાજ ગુરૂશ્રી રમેશદાસજી મહારાજની આગેવાનીમાં શાસ્ત્રી શંકર મહારાજના વ્યાસાસને શ્રીરામચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા જગદીશભાઇ પંડયાના આચાર્યપદે શ્રીરામ યજ્ઞ

રાજકોટ તા. ૧૦ :.. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં શ્રી ભેંસદડીયા હનુમાનજી મંદિર ખાતે મહંતશ્રી શ્રી ૧૦૦૮ સુખદેવદાસ ત્યાગીજી મહારાજ ગુરૂશ્રી રમેશદાસજી મહારાજના સાનિધ્યમાં તા. ૧૩ થી તા. રર મે સુધી શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞનું ભવ્ય આયોજન કરાયુ છે. જેના વ્યાસાસને કથાકાર - ગૌસેવક ગરણીવાળા શ્રી શંકર મહારાજ જોષી બિરાજીને કથાનું રસપાન કરાવશે. જયારે યજ્ઞના આચાર્ય મુળ લતીપર હાલ જામનગરના જગદીશભાઇ પંડયા રહેશે.
કથા શ્રવણનો સમય દરરોજ સવારે ૯ થી ૧ર તથા બપોરે ૪ થી સાંજના ૭ વાગ્યાનો છે.
દરરોજ બપોરે ૧ર વાગ્યે ભકતજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.
અખિલ બ્રહ્માંડ નાયક કરૂણાં સાગર શ્રી સીતારામજી તથા ભકતરાજ શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી તથા પરમ પૂજય શ્રી જાનકીદાસજીબાપુ તથા ગોપાલદાસજી બાપુ તથા મહંત શ્રી રમેશદાસજીબાપુના શુભ આર્શીવાદ થી ભેંસદડ ગામજનો તથા સેવકગણના સાથ સહકારથી પરમ પૂજય મહંત શ્રી સુખદેવદાસજી મહારાજ ગુરૂ શ્રી રમેશદાસજી મહારાજાની પ્રેરણા તેમજ પાવન સાન્ધ્યિમાં શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયણનું આયોજન મંગળવાર તા. ૧૪-પ-ર૦ર૪ થી વૈશાખ સુદ ૧૩ ને બુધવાર તા. રર-પ-ર૦ર૪ સુધી કરવામાં આવેલ છે. શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠે બિરાજમાન પૂજય શ્રી શંકર મહારાજ જોશી (ગરણીવાળા) રાજકોટ બિરાજી ભકિતરસ અને સંગીતમય વાણી દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. આ પાવન પ્રસંગે અનેક સંતો-મહંતો કથાનું રસપાન કરાવશે. આ પાવન પ્રસંગે અનેક સંતો - મહંતો પધારી પોતાના દર્શન તથા આર્શિવચન આપશે.
શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા. ૧૩ ને સોમવારે સાંજે પ વાગ્યે શ્રી ભેંસદડ રામજી મંદિરથી કથા સ્થળ શ્રી ભેંસદડીયા હનુમાનજી મંદિર સુધી યોજાશે.
શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞમાં દેવ સ્થાપન પૂજન વિધી તા. ૧૪ ને મંગળવારે સવારે ૯-૦૦ કલાકે બાલકાંડ વંદના પ્રકરણ તા. ૧પ-પ ને બુધવારે સવારે ૯ કલાકે, શીવ વિવાહ તા. ૧૬ ને ગુરૂવારે શ્રીરામ જન્મ તા. ૧૭ ને શુક્રવારે બપોરે ૧ર કલાકે, શ્રી રામજાનકી વિવાહ તા. ૧૮ ને મંગળવારે, શ્રી રામ વન ગમન તા. ૧૯ ને રવિવારે, નવધાં ભકિત તા. ર૦ ને સોમવારે શ્રી રામેશ્વર સ્થાપના તા. ર૧ ને મંગળવારે તથા શ્રીરામ રાજયભિષોક તા. રર-પ ને બુધવારે થશે.
મંગળવાર તા. ૧૪-પ-ર૦ર૪ ના નવ દિવસીય શ્રીરામ મહાયજ્ઞ પ્રારંભ સવારે ૭.૪પ કલાકે શ્રી પુનવસુ યુકત શ્રી શુક્ર મહા યોગમાં શુભ મુહૂર્તે થશે અને બુધવાર તા. રર-પ-ર૦ર૪ ના વિરામ થશે.
તા. ૧૩ ને સોમવારે પોથી યાત્રા અને જલયાત્રા, સાંજે પ કલાકે અને દેહ સુધી પ્રાયヘીત હોમ. તા. ૧૪ ને મંગળવારે ગણપતી પૂજન, નવગ્રહ પૂજન, ષોડશ માત્રીકા પૂજન, કળશ સ્થાપન, અરણી મંથન દ્વારા અગ્નીદેવ પ્રાગટય આહુતિ (હવન),
તા. ૧પ નાં સ્થાપીત દેવ પૂજન અર્ચન વંદન (હવન-આરતી), સવારે ૮ વાગે, તા. ૧૬ નાં સ્થાપીત દેવ પૂજન અર્ચન વંદન (હવન-આરતી) સવારે ૮ વાગે, તા. ૧૭ નાં સ્થાપીત દેવ પૂજન અર્ચન વંદન (હવન-આરતી) સવારે ૮ વાગે, તા. ૧૮ નાં સ્થાપીત દેવ પૂજન અર્ચન વંદન (હવન-આરતી) સવારે ૮ વાગે, તા. ૧૯ નાં સ્થાપીત દેવે પૂજન અર્ચન વંદન (હવન-આરતી) સવારે ૮ વાગે, તા. ર૦ નાં સ્થાપીત દેવ પૂજન અર્ચન વંદન (હવન-આરતી) સવારે ૮ વાગે, તા. ર૧ નાં સ્થાપીત દેવે પૂજન અર્ચન વંદન (હવન-આરતી) સવારે ૮ વાગે, તા. રર સાંજે પૂર્ણાહૂતિ ૪-૩૦ કલાકે, બીડું હોમવામાં આવશે.
કથા શ્રવણ તથા શ્રીરામ યજ્ઞનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ વિગત માટે મો. નં. ૯૦૯૯૭ પ૮પ૯૪.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
