News of Friday, 10th May 2024
ઓખામાં મહિલાના ઉપર દુષ્કર્મ ગુજારી, મારી નાખવાની ધમકી : આરોપી માતા-પુત્રની અટકાયત

ખંભાળીયા,તા.૧૦ : ઓખા મંડળમાં રહેતા ઍક મહિલાને ગાંધીનગરી ભુંગા ખાતે રહેતા નાશીરઅલી તયબ બોલીમ નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપી, તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત આરોપી નાશીરઅલી અને તેણીના માતા નુરજાન તયબ બોલીમઍ પણ તેણીના પુત્ર નાસીર સાથે લગ્ન કરવાનું માંગુ નાખતા ફરિયાદી મહિલાઍ આની ના પાડી દીધી હતી.
ત્યાર બાદ ઉપરોક્ત માતા-પુત્રઍ તેણીને પોતાના ઘરે બોલાવી અને લગ્ન કરવા દબાણ કરી અને જો તેણી લગ્ન નહીં કરે તો બદનામ કરવાની તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, તેણીને ડરાવતા અન્ય આરોપીઓ શાબીર કાદરમીયા હુશેન સૈયદ (રહે. મૂળ ઓખા, હાલ મોરબી) અને કાજલ ઉર્ફે આરજુ શાબીર કાદરમીયા હુસેન દ્વારા ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ તેના ઘરેથી મોરબી લઈ જઈ અને અહીં આરોપી નાશીરઅલી બોલીમઍ તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મ ગુજારવા ઉપરાંત તેણીને લગ્ન કરવા માટેનું દબાણ કર્યાની તથા જો આ બાબતે કોઈને જાણ કરશે તો તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભોગ બનનાર મહિલા દ્વારા ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે મહિલાઓ સહિત તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૭૬, ૩૬૬, ૩૪, ૫૦૬ (૨) વિગેરે મુજબ ગુનો નોંધી, આરોપી નાશીરઅલી તયબ અને નૂરજાન તયબ બોલીમની અટકાયત કરી, આગળની તપાસ પી.ઍસ.આઈ. આર.આર. આર ઝરૂ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મીઠાપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મીઠાપુરમાં કાંકરી ગેઈટ સામે આવેલા ટ્રકના ર્પાકિંગ વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા દાઉદ નૂરમામદ સંઘાર, લતીફ હુસેન સપ, વલીમામદ જુસબ વાગડીયા અને કાસમ મામદ લાડકને ઝડપી લઇ, રૂપિયા ૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
