<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ગિરનાર પર્વત ઉપર આંધી ફૂંકાઇ

વાતાવરણ ખુશનુમાં બની ગયુ પરંતુ પ્રવાસીઓને મુશ્‍કેલી પણ પડી

 

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૧૦ : જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે આંધી ફુંકાઈ હતી. જેના પરિણામે પર્વતીય વિસ્‍તારમાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું.જુનાગઢ સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી ભેજયુક્‍ત હવામાન રહ્યું છે. વાતાવરણમાં વધુ ભેજ રહેતા બફારો પણ અસહ્ય બન્‍યો છે. આ દરમિયાન ગિરનાર પર્વત પર સવારે અચાનક આંધી ફૂકાઈ હતી. જેના પરિણામે ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ ભીના થઈ ગયા હતા.

ગિરનાર પર્વત પર આંધી ફૂકાવાના પગલે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.

(11:56 AM IST)