<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કચ્‍છના માંડવીમાં ભાજપમાં જોડાનાર મુસ્‍લિમ યુવાનને ગામ છોડી ચાલ્‍યા જવા નહીં તો હોટેલ ઉપર જેસીબી ફેરવી મારી નાખવાની ધમકી

દીકરાની પત્‍ની પોલીસમાં હોવાનો રોફ જમાવ્‍યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : ભાજપમાં જોડાનાર યુવાનને અપાયેલ ધમકીના બનાવે રાજકીય ખળભળાટ સર્જ્‍યો છે. કચ્‍છના માંડવી તા. ના શિરવા ગામે ભાજપમાં જોડાયેલા રિઝવાન ઈસ્‍માઈલ શીરૂએ પોતે ભાજપમાં જોડાતા ગામના ત્રણ વ્‍યક્‍તિઓએ ભૂંડી ગાળો આપી, ગામ છોડી ચાલ્‍યા જવા નહીં તો હોટેલ ઉપર જેસીબી ફેરવી તેને મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ કરી છે.

ગામના બસ સ્‍ટેશન પાસે આરોપીઓ કાદરશા લતીફશા સૈયદ, હકીમશા કાદરશા સૈયદ, અકબરશા અબ્‍દુલશા સૈયદે ફરિયાદી યુવાન રિઝવાનને તે ભાજપ માં શા માટે જોડાયો, ભાજપ આપણો વિરોધ કરનાર પાર્ટી છે એવું કહી તેણે ખોટું કામ કર્યું હોવાનું જણાવ્‍યું હતું. પોતે મરજીથી ભાજપમાં જોડાયો છે એવું કહેતાં ઉશ્‍કેરાઇને ત્રણેય જણાએ તેને ભૂંડી ગાળો આપી ગામ છોડી ચાલ્‍યા જવા નહીતો તેની હોટેલ ઉપર જેસીબી ફેરવી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી યુવાને પોલીસ ફરિયાદનું કહેતા ત્રણે ય આરોપીઓ ઉશ્‍કેરાયા હતા અને તેમના દિકરાની પત્‍ની પોલીસમાં છે એવું જણાવી થાય તે કરી લેવા ધમકી આપી હતી. જોકે, પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:03 PM IST)