<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

દિકરાના પત્‍ની ઘરે એકલા હોવાથી આરોપી ઘરે આવતા ઠપકો આપતા લીલીયાના ખારા ગામે માતા પુત્ર ઉપર હુમલો

અમરેલી,તા. ૧૦: લીલીયા તાલુકાના ખારા ગામે રહેતા શકુબેન બાજુભાઈ વાઘેલા ઉ.વ.૫૫ના દિકરાના પત્‍ની ઘરે એકલા હોવાથી હમિરબહાદુરભાઈ વાઘેલા ઘરે આવતા તેનેઠપકો આપવા શતુબેન અને તેને દિકરો જતાં હમિરે દિકરાને માથામાં કુહાડી મારી શતુબેન તથા તેના બિજા દિકરાને હિંમત બહાદુરભાઇ વાઘેલા, બાવકુ બહાદુરભાઈ વોઘલા, બહાદુર બોઘાભાઇ વાઘેલાએમાથામાં તથા શરીરે નાની મોટી ઈજાઓ કરી ગાળોબોલીધમકી આપ્‍યાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જાફરાબાદમાં પ્રૌઢ ઉપર હુમલો

જાફરાબાદમાંસકીલભાઈ અબ્‍દુલસતારભાઈ મનસુરી ઉ.વ.૪૭ને શહેરીયાર ઉર્ફે શેરૂ આમતભાઇ દરબાને કહેલ કે જૈદને તે પોલીસ ફરિયાદ કરાવેલ છે તેમ કહેતા શકીલભાઇ એક હેલ કે હું કોઈની વાતો કરતો નથી જેથી શહેરીયારે ઉશ્‍કેરાઈ ગાળો બોલી ગાલ ઉપર જાપટ મારી ઢીકાપાટુનો મારમારી કહેલ કેતને બહુ નાતના પટેલ થવાનો શોક છે આજે તો તું બચી ગયો બીજીવાર ધ્‍યાન રાખજે તેવું જણાવી ધમકી આપ્‍યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:06 PM IST)