News of Friday, 10th May 2024
પોરબંદરની ગોઢાણીયા ગર્લ્સ સ્કુલ ધો.૧ર સામાન્ય પ્રવાહનું રેકર્ડબ્રેક ૯૭.૧ર ટકા રીઝલ્ટ
વિદ્યાર્થિનીઓ તથા વાલીઓ ઢોલ અને શરણાઇના સુરે ગરબે ઘુમ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : ગોઢાણીયા ગર્લ્સ સ્કુલનું ધો.૧ર સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાનું રેકર્ડ બ્રેક ૯૭.૧ર ટકા રીઝલ્ટ આવ્યુ છે
માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી મતિ જયશ્રી બેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ નુ રાજ્ય બોર્ડ દ્વારા તાજેતર મા માર્ચ ૨૦૨૪ મા લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ( ગુજરાતી માધ્યમ )નુ પરિણામ જાહેર થતા આ સ્કૂલ ના આચાર્ય શ્રી શ્વેતા બેન રાવળના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ નુ નુ પરિણામ ૯૭-૭૨ ટકા રેકોર્ડ બ્રેક પરિણામ આવેલ છે જેમાં A-૧ મા ૪ વિદ્યાર્થીઓ અને ૧૯ વિદ્યાર્થીઓ A-૨ મા આવતા તેજસ્વી છાત્રો વાલીઓ શિક્ષકો ઢોલ શરણાઈ ના સુર સાથે ગરબા ઘૂમિ ઉચ્ચ પરિણામ ની ઉજવણી કરવા મા આવી હતી બાદ ટ્રસ્ટ ના પ્રમુખ જાણીતા દાતા અને વિદ્યાપ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા ના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ઓને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવેલ હતાં સ્કૂલ નુ સામાન્ય પ્રવાહ ધોરણ - ૧૨ નુ રેકોર્ડ બ્રેક પરિણામ આવતા ટ્રસ્ટ ના પ્રમુખ ડો વિરમભાઈ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઓડેદરા શ્રી મતિ શાન્તા બેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રી બેન ગોઢાણીયા શ્રી ભરત ભાઈ વિસાણાએક્ટિવ દ્રષ્ટિ ડો હિના બેન ઓડેદરા, ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેકર ડો ઈશ્વરભાઈ ભરડા ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો કેતન ભાઈ શાહ અને ટ્રષ્ટ ના અંગત સેક્રેટરી શ્રી કમલેશભાઈ થાનકી એ શાળા ના આચાર્ય સહીત સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવવા મા આવેલ છે
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
