<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

જુનાગઢમાં સાંજે પરશુરામ દાદાની ભવ્‍ય શોભાયાત્રા

સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આયોજનઃ પુર્વ સંધ્‍યાએ ભુદેવોની બાઇક રેલી યોજાઇ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૦: જુનાગઢમાં સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ મનિષ ત્રિવેદી અને મહામંત્રી પી.સી.ભટ્ટ, પરાગ પંડયા અને વિરેન્‍દ્ર જોષી અને સમગ્ર ટીમ દ્વારા આયોજીત પરશુરામ જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

તેમાં ગઇકાલે સ્‍વસ્‍તીક રેસ્‍ટોરન્‍ટ મામાદેવ મંદીર મધુરમ સોસાયટી ખાતેથી વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. જે શહેરના મુખ્‍ય માર્ગો પર જય જય પરશુરામના જયઘોષ કરેલ. આ રેલીમાં જયદેવભાઇ જોષી, કાર્તીક ઠાકર, મનિષ ત્રિવેદી, પુનીત શર્મા, કે.ડી.પંડયા, મુકેશ મહેતા, હસુભાઇ જોષી તેમજ મહિલા પાંખના બહેનો જોડાયા હતા. આ રેલી દિપાજલીથી મોતીબાગ સરદાર બાગ ઝાંઝરડા રોડ ગીરીરાજ જોષીપરા, મજેવડી દરવાજા દોલતપરા, ગિરનાર દરવાજા થઇને પરશુરામ ચોક ખાતે પુર્ણ થયેલ અને ત્‍યાં દાદાની મહાઆરતી કરવામાં આવી હતી.

આજે સાંજે ૪.૩૦ કલાકે તળાવ દરવાજા પાસે આવેલ જાગનાથ મહાદેવ મંદીર ખાતેથી પરશુરામ ભગવાનની ભવ્‍ય શોભાયાત્રા પ્રસ્‍થાન કરશે. આ શોભાયાત્રામાં મહેશગીરીબાપુ શાષાી, ડો. મહાદેવપ્રસાદ મહેતા અને બ્રહ્મસમાજના ભુદેવ પરીવારો જોડાશે. આ શોભાયાત્રા આઝાદ ચોક એમજી રોડ કાળવા ચોક, ભુતનાથ રોડ પરથી વાજતે ગાજતે પસાર થશે અને વિવિધ સમાજો દ્વારા ઠંડા પીણા સરબતના સ્‍ટોલોની સેવા સાથે આ શોભાયાત્રાનું ઠેરઠેર સ્‍વાગત કરાશે અને ભુતનાથ મહાદેવના પટાંગણમાં સભાના રૂપે ત્‍યાં દાતાઓ અને સંતો અને આગેવાનોનું સન્‍માન કરાશે અને બાદમાં સૌ ભુદેવ પરીવારો માટે સમુહ ભોજન પ્રસાદમાં ચુરમાના લાડુ પુરી શાક છાસ સહીતના ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને હજારો ભુદેવો આજે શોભાયાત્રામાં જોડાય સમુહમાં ભોજન પ્રસાદ લેશે.

(1:46 PM IST)