<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th May 2024

મોરબી નજીક આવેલ ધોડાધ્રોઈ ડેમ ૯૦ ટકા ભરાયો, બે તાલુકાના ૧૦ ગામોને એલર્ટ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકાના ઝીકીયારી ગામ નજીક આવલ ધોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું ૯૦ ટકા પાણી ભરાઈ ગયું છે તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી સિંચાઈ યોજનામાં હેઠવાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા અને નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે.

  મોરબી તાલુકાના ઝીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ), રાપર, જયારે માળિયા તાલુકાના માણાબા, સુલતાનપુર અને ચીખલી એમ કુલ ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.


 

(12:37 AM IST)