<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

હળવદના શિવપુરમાં રામજી મંદિર ઉપર વીજળી પડી

હળવદ શહેરમા પણ ભારે ધૂળની ડમરી સાથે વરસાદનું ઝાપટું આવતા ગરમીમાંથી રાહત

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૪: હળવદ તાલુકામા ગઈકાલે મોડી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તેમજ કરા પડ્‍યા છે. ભારે પવનને કારણે અનેક જગ્‍યાએ નાનું મોટું નુકસાન પણ થયું છે. તેવામાં હળવદ તાલુકાના શિવપુર ગામે આવેલ રામજી મંદિરના શિવાલયના શિખર ઉપર વીજળી પડી હતી. આ વીજળી ર્અથિંગના વાયર થકી જમીનમાં ઉતરી ગઈ હતી પણ મંદિરના અંદરના ભાગે ટાઇલ્‍સ તોડી નાખી હતી.

જ્‍યારે મોડી સાંજે હળવદ શહેર મા પણ ભારે પવન અને ધૂળ ની ડમરી થી લોકો મા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ત્‍યાર બાદ વરસાદી ઝાપટું આવતા ઠંડક ઙ્કસરી ગઇ હતી અને ગરમી મા થી રાહત મળી હતી. સાથે સાથે વીજળી પણ કલાકો સુધી ગુલ થઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.

(10:47 AM IST)