તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
માણાવદર પંથકમાં ફુંકાયેલા વાવાઝોડાથી પ્રજાજનો સલામત : ઘાત ટળી-હાશ...!
પીજીવીસીએલમાં ઘર વપરાશ વીજ ફોલ્ટનો ધોધ વરસ્યોઃ જીનીંગોમાં વરસાદ આવશે તેવા ભયે માલ ઢાંકવા દોડધામઃ માત્ર છાંટા પડયા પરંતુ ભારે પવન ફુંકાયો

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા., ૧૪: માણાવદર પંથકમાં રાત્રી ૧ર.૩૦ આસપાસ શરૂ થયેલા ભારે પવન સાથે વાવાઝોડાએ ઘણાને ભરઉંઘમાંથી સફાળા બેઠા કરી દીધા હતા. તો ઘણા ઘર બહાર ખુલ્લી હવામાં મોજ માણી રહયા હતા. અચાનક ફુંકાયેલા વાવાઝોડાથી અનેક વસ્તુઓ હવામાં ફંગોળાઇ ગઇ હતી તો વૃક્ષો ઝુલાની જેમ ઝુલતા હતા. વીજ વાયરો પવન કારણે ઝુલતા હતા. જો કે કોઇ મોટી દુઘર્ટનાની નોંધ હજી થઇ નથી. પીજીવીસીએલમાં ઘર વપરાશ વીજ ફોલ્ટનો ધોધ વરસ્યો હતો. પીજીવીસીએલની ટીમ સતત વાવાઝોડા વચ્ચે કામગીરી કરી રહી હતી. વીજ પુરવઠો શકય તેટલો પ્રજાજનોને મળે તેવી કામગીરી કરી હતી. સ્ટ્રીટ લાઇટો વાવાઝોડા વચ્ચે પણ ચાલુ રહી હતી.
પીજીવીસીએલ સુત્રોએ જણાવ્યું કે પ્રજાજનોના વીજ ફોલ્ટ પવન-વાવાઝોડાના કારણે થયા છે. જે ઝડપી કામગીરી ચાલુ છે. ખેતીવાડી ફીડરોમાં અમુક ફોલ્ટ છે જે ચાલુ થઇ જશે. તો જીનીંગ ઉદ્યોગમાં પડેલા કપાસને ઢાંકવા દોડધામ મચી હતી. જો કે વરસાદ પડયો નથી. છાંટા જ પડયા છે. હાલ પ્રજાજો સલામત છે, ઘાત ટળી હાશકારો થયો છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
