<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ગુજરાતમાં અધિકારીરાજને નાબૂદ કરોઃ બાકી સાથણીદારોને કબજો કયારે સોંપાશેઃ વડાપ્રધાનને ડાયરેકટ પત્ર પાઠવાયો

લોધીકા તાલુકા અનુ. જાતિ અધિકારી મંચની માંગણીઃ કલેકટર તંત્રના અમૂક અધિકારીઓ મનમાની ચલાવે છે

રાજકોટ તા. ૧૪ :.. લોધીકા તાલુકા અનુ. જાતિ અધિકાર મંચે ભારતના વડાપ્રધાનને પત્ર પાઠવી ગુજરાતમાં અધિકારીરાજને કાબુ કરવા પગલા લેવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેર્યુ છે કે, છેલ્લા ત્રીસ વર્ષથી પ્રજાએ તમારા નામે ભરી ભરીને મત આપ્‍યા છે. પણ તમો દિલ્‍હી ગયા પછી હાલ ગુજરાત કયારેય ન હોઇ તેવું લાચાર લાગી રહ્યું છે. પ્રજા ખુલ્લે આપ લૂટાઇ રહી છે. રાવ ફરીયાદ સાંભળવાવાળું કોઇ નથી અધિકારી રાજમાં ગુજરાતની પ્રજા પિસાઇ રહી છે.

લોધીકા તાલુકાના પાળ ગામેના અરજદાર-સાથણી ધારકે તા. ૧૩-૬-ર૦ર૩ ના બાકી કબ્‍જો સોંપવા અરજી કરતા રેવન્‍યુ રેકર્ડમાં ૭-૧ર ના પાનીયા ચાલુ ન હોય અત્રેથી કોઇ કાર્યવાહી કરવાની થતી ન હોવાનું છ મહિના બાદ તા. ર૪-૧૧-ર૦ર૩ ના રોજ પ્રત્‍યુતર આપે છ.ે આ અધિકારીને એટલું જ્ઞાન પણ નથી કે પ્રત્‍યક્ષ કબ્‍જો સોંપ્‍યા બાદ જ ૭/૧ર ના પાનીયામાં નામ આવે. ૭/૧ર માં નામ નથી આવતું એટલે તો બાકી કબ્‍જો સોંપવા અરજી કરેલ છે.

ખેતીની જમીનના સાંથણી સને ૧૯૬૧ થી ૧૯૭પ ના સમયગાળામાં વધુ થયેલ છે. જે તે સમયે તલાટી મંત્રી સાહેબોનો યુગ હતો, સાંથણીનો હુકમ થવા છતાં કબ્‍જો ન સોંપાયો આ કોંગ્રેસ યુગ હતો.. આ ભુલ ભાજપની સરકારે સને ર૦૧૮ માં સુધારી અને ઐતિહાસીક નિર્ણય કારેલ કે આવા બાકી સાથણીના પ્રત્‍યેક્ષ કબ્‍જા યુધ્‍ધના ધોરણે છ મહિનામાં સોંપી આપવા જણાવી પરિપત્ર તા. ૧૯-ર-ર૦૧૮ ના બહાર પાડેલ પરિપત્રમાં કયાંય છ મહિના ની ડેડલાઇન નથી. પણ અતિ સ્‍માર્ટ રાજકોટના મહેસુલ તંત્રના અમૂક  અધિકારીઓએ બાકી કબ્‍જાના સાંથણીદારોને પરિપત્રથી અજાણમાં રાખ્‍યા એક પણ ગ્રામ પંચાયતની ચાવડીએ બહોળી પ્રસિધ્‍ધી કરાવેલ નહી જયારે અભણ, દલિત, ઓબીસી ખેડૂતોને મોડી મોડી પરિપત્રની જાણ થઇ અને સને ર૦ર૩-ર૪ માં અરજીઓ કરતા છ મહિનાની મુદત પુરી થઇ ગઇ તેવું ગતકડું કાઢી અરજીઓ દફતરે કરી દીધી છ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાના લક્ષ્યાંક હતો પણ બાકી રહી ગયા હોય કે જે તંત્રના પાપે કારણ કે આ પરિપત્ર ગ્રામ પંચાયતની ચાવડીએ બહોળો પ્રસિધ્‍ધી કરાવેલ નથી કે આવા બાકી પ્રત્‍યક્ષ કબ્‍જાવાળા નામ નામોનું રેકર્ડ તંત્ર પાસે હતું જ તેને નોટીસથી જાણ કરવાની તંત્રની ફરજ છે. જે ફરજ બજાવી નહિ. સામાન્‍ય અભણ ખેત મંજૂરને સરકારી પરિપત્રની જાણ કયાંથી હોય ? સરકારની નેમ બધાને ન્‍યાય કરવાનો હતો. પણ કલેકટર તંત્ર રાજકોટના અમુક અધિકારોએ પરિપત્રનો હાર્દ જ કચડી નાખ્‍યો સરકારના હેતુ આ નીર્ભર તંત્રને છ મહિનામાં બાકી પ્રત્‍યક્ષ કબ્‍જા સોંપવાનું કામ પુર્ણ કરે તેવો હતો છ મહિનામાં લક્ષ્યાંક મુજબ કામ પૂર્ણ ન થાય તો છ મહિના પછી અરજી ના લેવી તેવી પરિપત્રમાં આવી કોઇ જ સુચના નથી. પણ ખેતમજુરો ઓફીસના પગથીયા ઘસતો રહે અને થાકીને મજબૂર કરવાનો એકમાત્ર આશ્રય છે. સુરેન્‍દ્રનગર જીલ્લામાં સને ર૦ર૩ માં બાકી કબ્‍જા સોંપી આપેલ. દરેક જિલ્લે અલગ અલગ કાયદા હોઇ જ ન શકે.

 લોકોને કોઇ અસુવિધા ન થાય તે માટે કાયદા નિયમો બન્‍યા છે. અને કાયદા મુજબ ન્‍યાય આપવાનો હોય છે. પણ અહી અધિકારીઓ જ પોતાને કાયદાથી ઉપર માનવા લાગ્‍યા છે. મોદી સાહેબ ગરીબો માટે તેમજ એકમાત્ર આશા છો. અને અધિકારરાજમાંથી મુકિત અપાવો અને ખેત મજૂરો સાથે ન્‍યાય થાય તેવી માંગણી છ.ે

(2:52 PM IST)