તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ગોંડલની દર્શન હોટલવાળા મનસુખભાઇ વઘાસીયાનું અવસાનઃ ચક્ષુદાન

ધોરાજી તા.૧૪: ગોંડલના સેવભાવી અને દર્શન હોટલવાળા મનસુખભાઇ (નાદાભાઇ) જાદવભાઇ વઘાસીયાનું અવસાન થતા પરીવારજનોએ ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરી હતી. સરકારી હોસ્પિટલ- ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના અધીક્ષક ડો.જયેશ વેસેટીયન અને મેડીકલ ટીમના રોહીત સોંદરવા અને નીતીન ચુડાસમા સહીતનાઓએ ગોંડલ ખાતે ચક્ષુદાન પ્રક્રિયા કરેલ હતી. આ તકે હરીભાઇ વઘાસીયા, મગનભાઇ વભાસીયા, ગોવીંદભાઇ વઘાસીયા, પ્રકાશભાઇ વઘાસીયા, હિરેનભાઇ વઘાસીયા, સાગરકુમાર સારોડીયા, મયુરભાઇ વઘાસીયા, હર્ષ વઘાસીયા, હાર્દિક વઘાસીયા, ચંદુભાઇ ગીણોયા, રમેશભાઇ ગીણોયા, અક્ષયભાઇ ગીણોયા, સહિતના હાજર રહેલ. સ્વ.મનસુભાઇ વઘાસીયાની વિશાળ સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં રાજકીય , સામાજીક સંસ્થાના હોદેદારો, ડોકટરશ્રીઓ સહિતના જોડાયા હતા. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ગોંડલના વઘાસીયા પરીવારની સેવાઓને બીરદાવી. સ્વ.મનસુખભાઇ (ભાયાભાઇને) શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા.
બેસણું તા.૧૬ ને ગુરૂવારે ૪ થી ૬ ઠે. અમારા નિવાસ સ્થાન ભોજરાજ શેરી નં.૪ હવેલીની બાજુમાં ગોંડલ ખાત.ે રાખેલ છે. માનવસેવા યુવક મંડળ ધોરાજી અને સરકારી હોસ્પિટલને ૨૬૫ મું ચક્ષુદાન મળેલ છે
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
