તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
અમરેલી પંથકમાં મીમી વાવાઝોડુ : સપ્તાહનો વિશાળ ડોમ ઉડી ગયો
વૃક્ષો ધરાશાયી થયા : અમરેલીના રાજકમલ ચોકમાં ૧ ઇંચ વરસાદમાં પાણી ભરાતા વાહનચાલકો હેરાન થયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૪ : અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલ્ટો જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકામા ઘનઘોર વાદળો છવાયા હતા. જેમાં લાઠીમાં બપોર બાદ વાતાવરણ પલ્ટો આવ્યો હતો અને લાઠી શહેર તેમજ દામનગર મતીરાળા કેરાળા આસોદર સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકયો હતો. જેમા મતીરાળા ગામે ઘોઘમાર વરસાદ અને કરા પડ્યા હતા અને મતીરાળા ગામે ભર ઉનાળામાં શેરીઓમાં પાણી વહેતા થયા હતા.
આસોદરમાં પણ વરસાદ સાથે કરા નો વરસાદ પડ્યો હતો. કેરાળામાં પણ ઘોઘમાર વરસાદ સાથે કરાનો વરસાદ પડ્યો હતો. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી, ઇશ્વરીયા, નાના ભંડારીયા, ચાપાથળ, વિઠ્ઠલપુર, ખંભાળીયા, ફતેપુર સહીત ના વિસ્તારમાં મીની વાવાઝોડું સાથે વરસાદ પડ્યો હતો. ઈશ્વરીયા ગામે ઘોઘમાર વરસાદ સાથે કરાનો વરસાદ પડ્યો હતો. અમરેલીથી ચલાલા રોડ પર વળક્ષ ઘરાસય થવાના સમાચાર પણ મળી આવ્યા હતા. અમરેલીમાં ઘોઘમાર વરસાદથી રાજકમલ ચોકમા પાણી ભરાયા હતા. ભીડ ભંજન ચોક જુના માર્કેટીગ યાર્ડ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડીયા પંથકમાં મીની વાવાઝોડુ ફુકાતા વડીયાના ચોકી પાસે પોલીસ ચોકીને નુકસાન થયું હતું અને સપ્તાહનો વિશાળ ડોમ ઉડી ગયો હતો કુકાવાવથી દેરડી જતા માર્ગ પર વળક્ષ ધરાસાયી થયુ હતુ જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી સામનો વેઠવાનો વારો આવ્યો હતો કુકાવાવ શહેરમાં પણ ઘૂડ ની ડમરીઓ ઉડી હતી. મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બાબરાના ફુલઝર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા આમ આ વિસ્તારમાં વરસાદ પડવાથી ઉનાળું પાક ને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે લિલીયા પંથકના અમુક ગામોમાં ઝરમર વરસાદ પડ્યો હતો અને વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી હતી.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
