<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

આજે બપોર બાદ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમા છુટાછવાયા સ્થળે મીની વાવાઝોડા સાથે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી

મોટી પાનેલીતા.૧૪ : આજે બપોર બાદ સુરત આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગર કચ્છ તેમજ સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા ખંભાળીયા મા છુટાછવાયા સ્થળે મીની વાવાઝોડા સાથે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.              વિજળી પડવાનાં બનાવ બની શકે છે તો સાવધાન રહેવું પવન હોય તો ઝાડ નીચે બેસવું જોઈએ નહીં સુરક્ષિત જગ્યાએ જવું.તેમ ગુજરાત હવામાન ગ્રૂપના વજુભાઈ બારૈયાએ જણાવ્યું છે.(ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)

(1:51 PM IST)