<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

અમરેલી જીલ્લામાં ખૂન-ખરાબા ડ્રગ્‍સ, દારૂના દુષણને ડામવા વિરજીભાઇ ઠુંમરની રજૂઆત

પૂર્વ સાંસદ અને ધારાસભ્‍યએ ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવ્‍યો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૪: અમરેલીના પૂર્વ સાંસદ તથા લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને અમરેલીમાં ખૂન, ખરાબા, ડ્રગ્‍સ, દારૂ અને ખનન પ્રવૃતિથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્‍યુ છે કે રાજુલા પાસે એક યુવાનને રેહસી નાખીને તેના ડેડ બોડીને ઘરે ફેકી દેવામાં આવે, ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્‍યારે પણ પોલીસ કાયદો અને વ્‍યવસ્‍થામાં બેધ્‍યાન બની છે. અમરેલી જિલ્લો ભગવાન ભરોસે ચાલતો હોય તેવું દેખાઇ રહ્યું છે. ૨૦૦ કરોડ ઉપરની ડ્રગ્‍સ બાબત આ ડ્રગ્‍સ બનાવનાર કોણ છે? તેની તપાસ કરવાને બદલે પોલીસ ત્‍યાંથી પોતાને શું મળે તેમ છે દારૂની હેરફેર બેફામ બની છે, ખનન પ્રવળતિમાં પણ સરકારનાં કરોડો રૂપિયા ડુબી રહ્યા છે અને લોકોને રેતી મોંઘી મળી રહી છે.

ઇકોઝોનમાં આવતાં વિસ્‍તારમાંથી પણ રેતી ખનન થઈ રહી છે. ત્‍યારે પોલીસ શું કરવા માંગે છે? તે બાબતનાં વૈધક સવાલો લોકોમાં ચાલી રહ્યાં છે. તાજેતરમાં રાજુલા  પાસે થયેલા ખુન બાબતમાં પોલીસ બેધ્‍યાન હોય તેવું તેમનાં કુટુંબીજનો માની રહ્યા છે, રાજુલાની પોલીસ ઉપર કોઇનાં દબાણનાં કારણે સાચી દિશામાં તપાસ થતી નથી તેવું પણ કુટુંબીજનોને શંકા છે, આ બાબતે મને મળેલી દુરવાણી સંદેશા બાબતમાં તેમના થયેલા ખુન બાબતે તેમનાં કુટુંબીજનો ખુબજ ચિંતામાં છે પરંતુ પોલીસ ગંભીર ન હોય તેવું તેમને લાગી રહ્યું છે. પોલીસ પણ સંડોવાયેલી હોય તો પણ તેમનાં ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, ૨૦૦ કરોડથી વધારે ડ્રગ્‍સ બનાવતાં અમરેલીમાં બનાવો બાબતમાં એકપણ પોલીસ અધિકારી ઉપર પગલા લેવાયા નથી તે શું સુચવી રહ્યું છે? દસ હજારનો કોઇના પોલીસ સ્‍ટેશન નીચે દારૂ પકડાય તો પી.એસ.આઇ.ને સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે, તેવા નિયમો છે અને ૨૦૦ કરોડથી વધારેનો ડ્રગ્‍સ, મચમોટી દારૂની હેરાફેરી બાબતમાં કયાં પોલીસ અધિકારી ઉપર પગલા લેવાનાં થાય છે અને તેમ છતા પણ લેવાતા નથી તે બાબતમાં સરકાર કેમ મૌન છે? અમરેલીનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ કેમ મૌન છે? તેવી અનેક પ્રકારની યર્ચાઓ અમરેલી જિલ્લામાં ચાલી રહી છે. ત્‍યારે આપના લેવલેથી આ બાબતમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અને યુવાનને જે પ્રકારે રેહસી નાખી તેમનાં ઘરે ડેડ બોડીને ફેકી દેવા માટેની જેમણે પણ પ્રવળતિ કરી છે તેમની ઉપર ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સુચના આપવા વિરજીભાઇ ઠુંમરે માંગ કરી છે.(

(2:17 PM IST)